________________
પ્રક્રમ-૨
शालिभद्र महाकाव्यम्
AURORA 8282828282828282828282828282
કોયલ જેવી સદા પ્રિય બોલનારી, ધર્મમાં જેમ ચિત્ત-શુદ્ધિ, ધનમાં જેમ નીતિ, કામમાં જેમ મર્યાદા તેમ તે શેઠને ભદ્રા નામની પત્ની હતી. // ૪૨ // ૪૩ || ૪૪ ||
અનાર્ય-પાપી લોકોની જાણે કાર્યાનિ કરતી, ગુસ્સાનું જાણે મોત નીપજાવતી સર્વ મદોને ગરીબ બનાવતી, દુષ્ટબુદ્ધિવાળાઓની બુદ્ધિનું હરણ કરતી સર્વ દોષોનો નાશ કરતી, પતિનો વિજય કરતી, ચોસઠ કળાથી યુક્ત ગોભદ્ર શેઠની પત્ની ભદ્રા ભદ્ર (મંગળ) માટે હતી. જયોતિષપ્રસિદ્ધ પેલી ભદ્રા (વિષ્ટિ) ભલે અભદ્ર (અમંગળ) માટે હોય. || ૪૫ // ૪૬ //
નર્મદાના ખોળે ક્રીડા કરવામાં ચપળ, ભદ્રજાતીય હાથી-હાથણીની જેમ તેમનો (ગોભદ્ર-ભદ્રાનો) કેટલોક કાળ પસાર થયો. // ૪૭ ||
સંગમના જીવનું અવતરણ : હવે પ્રકૃષ્ટ પુણ્યની ભૂમિરૂપ સંગમનો સુંદર જીવ અપ્રમત્ત ભદ્ર હાથીની જેમ ભદ્રાની કુક્ષિએ અવતર્યો. ૪૮ ||
ઊંચા ડાંગરના છોડની વૃદ્ધિથી નમેલા અગ્રભાગવાળું, ખેતરની રખેવાળી કરતી સ્ત્રીઓના ગીતોથી ગાજતું, પોપટરાજની હારમાળાથી શોભતું, પૂર્વ ભવના સ્નેહથી જાણે શાલિગ્રામથી આવેલું, એકદમ પાકેલું હોવાથી પીળું ડાંગરનું ખેતર (શાલિક્ષેત્ર) સવારે સપનામાં ભદ્રાએ જોયું. // ૪૯ / ૫૦ ||
પહેલાં કચરાના ઢગલા જેવા તુચ્છ ગોવાળ-કુળમાં પ્રકર્ષ પ્રાપ્ત કરીને ડાંગરના રોપા જેવો સંગમનો જીવ ખેતર સમા ગોભદ્રના શ્રેષ્ઠ કુળમાં રોપાયો. (અન્ય સ્થાને વવાયેલા ડાંગરના રોપાને પછી ખેતરમાં વવાય છે.) || ૫૧ //
ARRARAUAYA8A82828282828282888
/
રૂં
? |