________________
પ્રક્રમ-૧
शालिभद्र महाकाव्यम्
82828282 8282828282828282828282828282
સજ્જનોને ખુશ કરનારી કુશળ ધન્યા મુશળ (સાંબેલા)થી એકધારું ખાંડતી હતી... જાણે ભયંકર પાપોને ખાંડતી શોભી રહી હતી. || ૩૦ ||
જેમ તે શ્રીમંતોના ઘરોમાં શરીર પર ભારે કષ્ટ સહેતી હતી, તેમ ભોજન-વસ્ત્રના સંદેહમાં ચિન્તાની આગથી (મનમાં પણ) બળતી હતી. / ૩૧ //
વાછરડા ચરાવતો સંગમ :
હવે આઠ વર્ષનો, ઊછળતા ઉદ્યમવાળો, ધબકતા ઉત્સાહવાળો પ્રેમાળ સંગમ ગોચરમાં વાછરડા ચરાવવા લાગ્યો. || ૩૨ //. - સૂર્યના જિનેશ્વરદેવના) દર્શનપૂર્વક જાગેલો, (પ્રબુદ્ધ મુનિ) શુદ્ધ બુદ્ધિવાળો, પોતાનાં દેશ-ગામ (વિષયસુખ) છોડતો, લાકડી (દાંડો) અને કામળીનો ટુકડો લેતો, વિદ્વાન મુનિ જેમ પુણ્યકર્મને આગળ કરીને નીકળે તેમ પવિત્ર ગાય (વાણી)થી પેદા થયેલા વાછરડાઓને (જિનાજ્ઞા) આગળ કરીને માત્સર્યરહિત તે સંગમ જંગલો તરફ નીકળી પડતો. અથવા વિદ્વાન જેમ પુણ્યકર્મ તરફ જાય તેમ તે જંગલોમાં જતો હતો. || ૩૩ / ૩૪ || - સ્ત્રીઓની વાણી સત્ય હોય છે, પણ કુમારી સ્ત્રીની વાણી વિશેષ કરીને સત્ય હોય છે. તેમ ગાયની રજ (ગોધૂલિ) હિતકર હોય છે... પણ વાછરડાઓની રજ તો તેને વિશેષ કરીને હિતકર બનતી હતી. // ૩૫ //
તૃપ્ત, હિતકર ઇન્દ્રિયો જેવા વાછરડાઓ ચરાવીને (ચિંતવીને) પાણી (સંવર) પીવડાવીને, કંબલધારી, પેટ પૂરતા જ ભાતાવાળો (કુક્ષિશંબલી), નાનપણથી જ ગુણ-સમૂહની સંગતિવાળો, (મૂળ-ઉત્તર-ગુણ-ધારી) માતા પર
828282828282828282828282828282828282
/ રૂ૪૬ |