SearchBrowseAboutContactDonate
Page Preview
Page 435
Loading...
Download File
Download File
Page Text
________________ श्री शालिभद्र महाकाव्यम् ભક્તિવાળો (પ્રવચન-માતાનો પાલક), ઉદાત્ત મતિવાળો સંગમ રાતના સમયે સુખ શય્યામાં સાધુની જેમ સૂઇ જતો હતો. ॥ ૩૬ || ૩૭ || સંગમની ખીર માટેની ઇચ્છા : એક વખતે ક્યાંક કોઇ તહેવારમાં તુચ્છ આહાર કરનાર ઉંચા મુખવાળા તે બાળ સંગમે ઘેર ઘેર ખીર જોઇ. ॥ ૩૮ ॥ આ મહાન ઉત્સવ છે-એમ માનીને સાચું ખોટું નહિ વિચારનાર તે સંગમ પોતાની માતા પાસે શેઠના દીકરાની જેમ સભ્યતાપૂર્વક બોલ્યો. ।। ૩૯ ।। ઓ મા ! આજે નીરોગી એવા મારા માટે-મારા દેહના પોષણ માટે જલદી ખીર બનાવી દે. સાકરવાળી અને ઘીથી લચપચતી ! || ૪૦ || મા બોલી : ઓ વત્સ ! તું રૂપમાં કનૈયો છે. પોતાની રમતમાં મસ્ત છે. ઓ બાળ ! તારા માટે હું મારું બલિદાન આપી દઉં ! || ૪૧ || તારી આંખોનું હું લુછણું લઉં છું. તારા વચનના હું ઓવારણું લઉં છું. ઓ બટકબોલા બાબા ! તારી ભુજાઓની આસપાસ હું આંટા મારું ! તારા માટે હું મરી ફીટું. ॥ ૪૨ ॥ આનંદિત ચિત્તવાળા સદા સંતોષી ઓ પુત્ર ! તું બાળ હોવા છતાં અબાલ છે-પંડિત છે. તને કદી કદાગ્રહ થયો નથી. ॥ ૪૩ || | SE RERERERER પ્રક્રમ-૧ ॥ ૩૪૭ ||
SR No.008969
Book TitleShalibhadra Mahakavyam
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherSamkhiyali Jain Sangh Samkhiyali
Publication Year2007
Total Pages624
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, History, & Literature
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy