SearchBrowseAboutContactDonate
Page Preview
Page 432
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રક્રમ-૧ शालिभद्र महाकाव्यम् 8282828282828282828282828282828282 પાણીમાં પડતા પ્રતિબિંબોનાં ઘરેણાવાળું (સજજન-પાણી જેવા સ્વચ્છ અલંકારવાળો) ઘણાં ધાન્યની પેદાશથી ઉપકાર કરનારું (મોટા ભાગે પરોપકારી) સીધા અને ગંદકી વિનાના માર્ગોવાળું (સરળ-નિષ્પાપ જીવનમાર્ગે ચાલનારો) તે ગામ સજ્જનની જેમ શોભી રહ્યું હતું. || ૧૫ / ધન્યા વર્ણન : ધનુષ્યના કામઠાની જેમ મૂળ વંશ-કુળ (વાંસ)થી કપાયેલી છતાં ગુણ (દોરી)થી યુક્ત, સુદ એકમ-બીજના ચંદ્ર જેવી દુર્બળ છતાં નિષ્કલંક, કેળના થડ જેવી અસાર છતાંય સરળ-શીતળ અને કોમળ, તારાઓની શ્રેણીની જેમ નિરાધાર છતાંય સદાચારી (તારાની શ્રેણિ; સદા ફરનારી) સર્વત્ર સૌજન્ય દાખવનારી, પોતાના ગુણથી સર્વત્ર માન્ય ધન્યા નામની ત્યાં ગરીબ સ્ત્રી રહેતી હતી. || ૧૬ || ૧૭ || ૧૮ ||. તે ધન્યાનો, હાલતો-ચાલતો ખજાનો, મનોરથરૂપી રથમાં ઘોડો, સંપૂર્ણ અંગવાળો, સુખના સંગમરૂપ સંગમ નામે પુત્ર હતો. // ૧૯ // સંગમ વર્ણન : તે સંગમ, ચંદ્ર જેવો સૌમ્ય, ચકોર જેવો ચતુર, પોપટ જેવો અહિંસક, કોયલ જેવો મીઠાબોલો, વિનય કરવામાં નેતર જેવો, હંસ જેવો વિવેકી, સ્વભાવથી જ હરણ જેવો નિષ્કપટ હતો. | ૨૦ || ૨૧ || ધન્યાના વિસામા માટે તે વૃક્ષ જેવો હતો. નાનો છતાં કુલીન (વક્ષ: પૃથ્વીમાં લીન) અવળચંડાઇ વગરનો (પંખી રહિત) દુ:ખથી બચાવનારો (પાંદડા વગરનો) હતો. તો પણ તેનાથી આશાભરી ધન્યા આનંદિત થઇ ઉઠી. (વૃક્ષથી દિશા આનંદિત થઇ.) || ૨૨ // 8A%A88888A YAUAAAAAAAA / રૂ૪૪
SR No.008969
Book TitleShalibhadra Mahakavyam
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherSamkhiyali Jain Sangh Samkhiyali
Publication Year2007
Total Pages624
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, History, & Literature
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy