________________
પ્રક્રમ-૧
शालिभद्र महाकाव्यम्
828282828282828282828282828282828288
શ્રી દેવાનંદના શિષ્ય શ્રીકનકપ્રભના શિષ્યશ્રી પ્રદ્યુમ્નમુનિ દીર્ઘકાળ જય પામો, જેઓ આ ગ્રન્થના સંશોધક છે. // ૭T. જેમના દ્વારા જૈનધર્મની મોક્ષમાર્ગ પ્રકાશક પ્રભા પ્રગટી, તે પૂજયશ્રી ઉદયપ્રભસૂરિ જય પામો. || ૮ ||
સંસાર-સાગરમાં દુર્લભ, અક્ષીણ લક્ષ્મીનો હેતુ, સારી કીર્તિ (શબ્દ) ફેલાવનાર દક્ષિણાવર્તશંખ જેવો દાનધર્મ છે. દાનધમ્ (શંખે) જે અનશ્વર લક્ષ્મીવાળા (વિષ્ણુ) સંગમ (શાલિભદ્રનો જીવ)નો પરમાત્રદાનથી મંગળમય હાથ લીલાપૂર્વક શોભાવ્યો છે, તે શ્રી શાલિભદ્રને હું કથા દ્વારા પ્રસિદ્ધ કરું છું. // ૯ // ૧૦ ||
તો, શ્રી રામચન્દ્રજીની જેમ જેની કથા બાળ, ગોપાળ, સ્ત્રી-સૌમાં પ્રસિદ્ધ છે, તે શ્રી શાલિભદ્રનું સૌભાગ્ય હું કંઇક કહું છું. || ૧૧ ||
શાલિભદ્ર કથા પ્રારંભ :
ધન-ધાન્યથી અગાધ લક્ષ્મીવાળો, સજજનો-પંડિતો અને ગાયોના ધણથી ખીચોખીચ ભરેલો, પર્વતો અને વૃક્ષોની શ્રેણિથી મનોહર મગધ નામનો દેશ છે. || ૧૨ ||
મોટા ચોખાના ખેતરોની પાળથી જેના સીમાડાની ભૂમિ શોભી રહી છે, રમણીયતાથી જે ગામોમાં મુખ્ય છે, તે ‘શાલિગ્રામ' નામનું અહીં (મગધ દેશમાં) ગામ હતું. / ૧૩ ||
જયાં (શાલિગ્રામમાં) દોહવાનો અવાજ, ગાયોનાં ધણનું દર્શન, ખીરની સુગંધ, ભોજનનો સ્વાદ, કોમળ કાંબલીનો સ્પર્શ-વગેરેથી પાંચેય પ્રકારનું વિષયસુખ (દશ સુખી રહેલું હતું. મેં ૧૪ //
8A%A88888A YAUAAAAAAAA
/ રૂ૪
|