SearchBrowseAboutContactDonate
Page Preview
Page 27
Loading...
Download File
Download File
Page Text
________________ शालिभद्र महाकाव्यम् 8282828282828282828282828282828282 પ્રક્રમને અંતે તો નામ લઇને યાદ કર્યા છે પણ પ્રશસ્તિમાં તો શ્લેષગર્ભિત શ્લોક મૂકીને આગવી રીતે તેઓશ્રીના ઉપકારને વર્ણવ્યો છે. આ રહ્યો તે શ્લોક : इयं कथा वृद्धकुमारिकेव, सदूषणा भूषणवर्जिताऽऽसीत् । प्रद्युम्नदेवस्य परं प्रसादात्, बभूव पाणिग्रहणस्य योग्या ।। શાલિભદ્ર ચરિતની જેમ તત્કાલીન અનેક વિદ્વાન આચાર્યોએ રચેલા ગ્રંથોનું સંશોધન તથા પરિષ્કાર પણ તેઓશ્રીએ કરેલ છે. તેઓશ્રીએ સંશોધેલા ગ્રંથોની યાદી આ પ્રસ્તાવનાના અંતે પાંચમા પરિશિષ્ટમાં આપી છે. સંક્ષેપ સમરાદિત્ય ચરિત્ર તથા પ્રવ્રજયા વિધાનકુલક વૃત્તિના રચયિતા પણ આ જ પ્રદ્યુમ્નસૂરિ મહારાજ છે. શાલિભદ્ર ચરિત ટીકા : પંડિત ધર્મકુમાર વિરચિત શાલિભદ્ર ચરિત ઉપર કોઇ પ્રાચીન ટીકા હોય એવું ખ્યાલમાં નથી. કેટલીક હસ્તપ્રતો અવચૂરિ સહિતની જોવા મળે છે, જેમાંથી એક અજ્ઞાત કર્તક અવચૂરિ મૂળ સાથે શ્રી યશોવિજયજી જૈન ગ્રંથમાળાએ વીર સં. ૨૪૩૬ (વિ.સં. ૧૯૬૬)માં પોતાના પંદરમા ગ્રંથ તરીકે પ્રકાશિત કરેલ છે. તે સિવાય આ કથાનો સંક્ષેપ અંગ્રેજીમાં વિન્ટર નિત્સના હિસ્ટ્રી ઓફ ઇન્ડિયન લિટરેચર ભા-૨ના પૃ. ૫૧૮માં આપવામાં આવ્યો છે, તથા બ્લ્યુમ ફીલ્ડ અમેરિકન ઓરિયંટલ સોસાયટીની પત્રિકા ભાગ ૪૩માં પૃ. ૨૫૭ વગેરે પર વિસ્તૃત પરિચય આપ્યો છે. તે છતાં આ કાવ્યને લોકભોગ્ય બનાવવા એક સરળ સંસ્કૃત-ટીકાની જરૂર હતી. આપણે ત્યાં બે બુક કે વ્યાકરણનો અભ્યાસ કર્યા પછી કસોટી માટે અર્જન કાવ્યો વંચાય છે. તેને બદલે હીર સૌભાગ્ય શાલિભદ્ર કાવ્ય 8A%A88888A YAUAAAAAAAAA
SR No.008969
Book TitleShalibhadra Mahakavyam
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherSamkhiyali Jain Sangh Samkhiyali
Publication Year2007
Total Pages624
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, History, & Literature
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy