SearchBrowseAboutContactDonate
Page Preview
Page 26
Loading...
Download File
Download File
Page Text
________________ शालिभद्र महाकाव्यम् 8282828282828282828282828282828282 કે ગુજરાતી ભાષામાં પણ ધન્ના - શાલિભદ્રના જીવન અંગે અનેક રાસ-ચોપાઇ વગેરેની રચના થઇ છે, જેની નામાવલી આ પ્રસ્તાવનાના અંતે તૃતીય પરિશિષ્ટમાં આપી છે. આ સિવાય પણ શાલિભદ્ર ધન્નાના જીવનને લગતી કેટલીય નામી અનામી કૃતિઓ જૈન ગ્રંથાગારોમાં સચવાયેલી છે. તદુપરાંત ત્રિષષ્ટિ શલાકાપુરુષ ચરિત, ઉપદેશ પ્રાસાદ, ભરતેશ્વર – બાહુબલી વૃત્તિ, ઉપદેશમાલા વૃત્તિ, દાનાદિકુલ, વૃત્તિ, દાનના માહાભ્યને વર્ણવતા ગ્રંથો તથા રાસાઓ વગેરેમાં પણ ધન્ના - શાલિભદ્રની કથાઓ તથા નામ નિર્દેશો પ્રાપ્ત થાય છે. આ પ્રસ્તાવનાના અંતે ચોથા પરિશિષ્ટમાં એવા કેટલાક વાક્યાંશો તથા પદ્યો આપ્યા છે, જેમાં શાલિભદ્રનો નામ-નિર્દેશ હોય. પ્રશસ્તિ બોલે છે : પ્રસ્તુત શાલિભદ્ર ચરિતના રચયિતા છે, પંડિત મુનિ ધર્મકુમાર. જેઓએ નાગેન્દ્ર ગચ્છના આચાર્યશ્રી હેમપ્રભસૂરિના શિષ્યશ્રી ધર્મઘોષસૂરિના શિષ્યશ્રી સોમપ્રભસૂરિના શિષ્ય શ્રી વિબુધપ્રભસૂરિના કહેવાથી પ્રસ્તુત કથાની રચના શ્રી સરસ્વતી દેવીના ધ્યાનપૂર્વક કરેલી છે. ૭ પ્રક્રમમાં રચાયેલ આ કાવ્ય કુલ ૧૨૨૪ શ્લોક પ્રમાણ છે. આ કાવ્યની રચના વિ.સં. ૧૩૩૪માં કચ્છના મહાન તીર્થ શ્રીભદ્રેશ્વરમાં શ્રીવીરપ્રભુની છાયામાં થઇ છે. પ્રસ્તુત કાવ્યના પ્રથમદર્શકાર હતા : પ્રભાવક ચરિત્રના રચયિતા આચાર્યશ્રી પ્રભાચન્દ્રસૂરિ મહારાજ. જયારે સંપૂર્ણગ્રંથના સંશોધક છે પૂ. આચાર્યશ્રી કનકપ્રભસૂરિ મહારાજના શિષ્ય, પ્રસિદ્ધ સંશોધક પૂ. આચાર્યશ્રી પ્રદ્યુમ્નસૂરિ મહારાજ. પ્રદ્યુમ્નસૂરિ મહારાજના ઉપકારને યાદ કરતાં તો ગ્રંથકર્તા ધરાતા જ નથી. ગ્રંથની શરૂઆતમાં તથા દરેક ARRARAUAYA8A828282828282828 | ૨૬ ||
SR No.008969
Book TitleShalibhadra Mahakavyam
Original Sutra AuthorN/A
AuthorMuktichandravijay, Munichandravijay
PublisherSamkhiyali Jain Sangh Samkhiyali
Publication Year2007
Total Pages624
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati, History, & Literature
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy