________________
श्री
शालिभद्र
महाकाव्यम्
FRERER
કાવ્યને પોષણ આપનારું તત્ત્વ છે. રસના પક્ષપાતી પ્રાચીન સાહિત્યશાસ્ત્રીઓએ તો રસને કાવ્યનો આત્મા કહ્યો છે. આ કાવ્યમાં પ્રસંગે પ્રસંગે કવિએ નવે રસનું નિરૂપણ કર્યું છે. તેમાંય સાતમા પ્રક્રમમાં કવિએ ભદ્રા માતાના મુખમાં જે શ્લોકો મૂક્યા છે, તેમાં કરુણ રસ પરાકાષ્ઠાએ પહોંચ્યો છે. ભદ્રા માતાનો આ વિલાપ જે વાંચે તે પણ કરુણ રસથી રસાઇ જાય એવા કરુણ એ શ્લોકો છે. એ સિવાય એવા કેટલાક વાક્યાંશો તથા કેટલાક પદ્યો છે, જેનો સુભાષિત તરીકે ઉપયોગ થઇ શકે. આ પ્રસ્તાવનાના અંતે પ્રથમ પરિશિષ્ટમાં આવા કેટલાક સુભાષિતો નમૂનારૂપે આપ્યા છે.
પ્રસ્તુત કાવ્યનો આધાર ત્રિષષ્ટિ શલાકા પુરુષ ચરિતના ૧૦મા પર્વનો ૧૦મો સર્ગ છે. ધન્ના - શાલિભદ્રના જીવન ચરિત્રો :
મહાવીર સ્વામી અને ગૌતમ સ્વામી, હેમચંદ્રાચાર્ય અને કુમારપાળ, વસ્તુપાળ અને તેજપાળ આ પ્રસિદ્ધ જોડીઓની જેમ ધન્ના – શાલિભદ્રની પણ અદ્ભુત જોડી હતી. આ જોડીઓ એવી છે કે એકનું જીવન વર્ણવવાનું હોય ત્યારે સ્વાભાવિક બીજાનું વર્ણન આવી જ જાય. શાલિભદ્ર અને ધન્નાજી તો શાળા-બનેવીના સંબંધે બંધાયેલા હતા. શાલિભદ્રના જીવનને વર્ણવતા કાવ્યોમાં ઓછા-વધતા અંશે પણ ધન્નાજીનું જીવન વર્ણવાય તેમ ધન્નાજીના ચરિત્રમાં પણ ઓછા વધતા અંશે શાલિભદ્રનું જીવન આવે.
શાલિભદ્ર – ધજ્ઞાના જીવનને વર્ણવતા અનેક સ્વતંત્ર કાવ્યોની સંસ્કૃત-પ્રાકૃત ભાષામાં રચના થઇ છે, જેની નામાવલી આ પ્રસ્તાવનાના અંતે દ્વિતીય પરિશિષ્ટમાં આપી છે. તેમજ મધ્યકાલીન સાહિત્યને જોતાં જણાય છે
TRERERY
॥ ૨ ॥