________________
श्री शालिभद्र
महाकाव्यम्
KHY
પ્રભુ મહાવીરસ્વામીના સમયમાં વિદ્યમાન રાજગૃહી નગરીના રહેવાસી ધન્ના અને શાલિભદ્ર બંને અતિ સમૃદ્ધિવાન હતા. ધન્નાકુમારને આઠ અને શાલિભદ્રજીને બત્રીશ પત્નીઓ હતી. ભરયુવાનીમાં ઘર, પત્નીઓ અને ભૌતિક સુખ-સમૃદ્ધિઓ છોડી તેઓ બંને ભ. મહાવીર પાસે ચારિત્ર જીવનની ઉત્કૃષ્ટ સાધના કરી અંતે અનશન કરી અનુત્તર વિમાનમાં ગયા.
અઢી હજારથી અધિક વર્ષ પૂર્વે થઇ ગયેલા આ મહાપુરુષોની કથા આજે પણ ‘અનુત્તરોપપાતિક દશાંગ' નામના નવમા અંગના તૃતીય વર્ગના પ્રથમ અધ્યયનમાં સચવાયેલ છે.
શાલિભદ્ર ચરિત :
પ્રસ્તુત શાલિભદ્ર ચરિત એક અદ્ભુત કાવ્ય છે. શ્રી યશોવિજય જૈન ગ્રંથમાળાએ તો પોતાના સૂચિપત્રમાં આ કાવ્ય માટે ‘પૂર્વીય થાપ્રન્થો મહાવ્યશપ્રતિપાદ્ય:' જેવા શબ્દો વાપર્યા છે.સ
સાહિત્યગ્રંથોમાં કાવ્યના બે પ્રકાર કહ્યા છે. પ્રેક્ષ કાવ્ય અને શ્રવ્ય કાવ્ય. શ્રવ્ય કાવ્યના ત્રણ ભેદ બતાવ્યા છે. ગદ્ય, પદ્ય અને મિશ્ર, પદ્ય-કાવ્યના બે પ્રકાર પાડ્યા છે : પ્રબંધ અને મુક્તક. પ્રબંધ-કાવ્યના પણ બે ભેદ છે : મહાકાવ્ય અને કથાકાવ્ય. કથાકાવ્યના મુખ્ય બે પ્રકાર છે : સકલ કથા અને ખંડ કથા. પ્રસ્તુત કાવ્યનો સકલ કથાકાવ્યમાં પ્રવેશ કરાવી શકાય.
અનષ્ટુપ્ છંદમાં રચાયેલ આ કાવ્યને કવિએ શબ્દાલંકાર તથા અર્થાલંકાર એમ બંને પ્રકારના અલંકારોથી વિભૂષિત કરેલ છે. તેમાંય અનુપ્રાસ શબ્દાલંકારનો કવિએ છૂટથી ઉપયોગ કર્યો છે. અલંકારની જેમ રસ પણ
SHR
॥૨૪॥