________________
| શ્રી મહાવીર સ્વામિને નમઃ ||.
| શ્રી શાલિભદ્રાય નમઃ ||
शालिभद्र महाकाव्यम्
પ્રસ્તાવના
8282828282828282828282828282828282
વરસો પૂર્વે એક પરદેશીએ ભારતનો પરિચય આપતાં જણાવેલું કે, ભારતમાં જંગલોમાં વાઘ, સિંહ અને દીપડા ફરે છે તથા શહેરોમાં સાધુઓ અને સંતોના દર્શન થાય છે.”
ભારતની ભૂમિ મહાપુરુષોની ભૂમિ છે. પ્રભુ શ્રી ઋષભદેવથી માંડીને શ્રી વીરપ્રભુના શાસન સુધીમાં તો અનેકાનેક મહાપુરુષો આ ધરતી પર થઇ ગયા છે. જેમાંના કેટલાક મહાપુરુષો અને મહાસતીઓના શુભ નામોનું સ્મરણ શ્રીસંઘ આજે પણ પ્રાત:કાલે પ્રતિક્રમણમાં ભરફેસર સજઝાય દ્વારા કરે છે. એટલું જ નહિ, પણ એ મહાપુરુષો તથા મહાસતીઓના જીવનને વર્ણવતા અનેક નાના-મોટા સંસ્કૃત પ્રાકૃત ગુજરાતી આદિ ભાષામાં સ્વતંત્ર કાવ્યો તથા ગ્રંથોની રચના પણ કવિઓ તથા લેખકોએ કરી છે.
ધન્ના - શાલિભદ્ર :
ચોપડા પૂજન (શારદાપૂજન) કરતી વખતે પહેલા પાનામાં જુદા-જુદા અનેક પુણ્યાત્માઓને યાદ કરી તેમના જેવી શક્તિ-વિશેષની યાચના કરી તેમના જેવી શક્તિ-વિશેષની યાચના કરી તેમના શુભ નામો લખવામાં આવે છે. તેમાં, “ધન્ના - શાલિભદ્રની ઋદ્ધિ હોજો .’ એમ પણ લખવામાં આવે છે.
828282828282828282828282828282828282
| ૨
||