________________
शालिभद्र महाकाव्यम्
82828282 8282828282828282828282828282
જેવા કાવ્યો વંચાય તે જરૂરી છે. હીર સૌભાગ્ય તો વૃત્તિસહિત છે પણ શાલિભદ્ર ચરિત પર એક પણ ટીકા મળતી ન હતી. આ ખોટની આજે અધ્યાત્મયોગી પૂ. આચાર્યદેવ શ્રી વિજયકલાપૂર્ણસૂરીશ્વરજી મહારાજના સમુદાયના આત્મસ્નેહી વિદ્વાન મુનિશ્રી મુનિચંદ્રવિજયજી દ્વારા પૂર્તિ થાય છે, તે આનંદની વાત છે. સંસ્કૃત ભાષામાં નૂતન સાહિત્યનું સર્જન જયારે નહિવત્ થતું ગયું છે એવા સમયે આ દિશામાં એમનો પ્રયાસ અત્યંત અનુમોદનીય છે. પ્રસ્તુત કાવ્યનો મુમુક્ષુવર્ગમાં અધ્યયનાર્થે સવિશેષ ઉપયોગ થાય તેમજ એવા અનેક કાવ્યો આજે પણ જૈન ભંડારોમાં રહેલી હસ્તપ્રતોમાં સચવાયેલા છે જે લોક ભોગ્ય બનાવવા જરૂરી છે, તે શુભ-કાર્યમાં સાહિત્યરસિક મુનિશ્રીને શાસન દેવતાની સહાય પ્રાપ્ત થાય એવી શુભ કામના.
- લિ. મુનિ મહાબોધિવિજય | (પૂ.પં. મહાબોધિવિજયજી)
વિ.સં. ૨૦૪૬ ચૈત્ર સુદ-૧૫, ભીવંડી.
ARRARAUAYA8A828282828282828
I
||