________________
शालिभद्र महाकाव्यम्
8282828282828282828282828282828282
પૂજયશ્રીના ભક્તિરસપૂર્ણ પ્રવચનો સાંભળવા એ ખરેખર જીવનનો લ્હાવો ગણાતો. પ્રભુ પાસે ભાવપૂર્વક ભક્તિ કરતા તેમને જોતાં સ્ટેજે આનંદઘનજીની યાદ આવી જતી.
આવા મહાન ભક્તિસમ્રા પૂ. આચાર્યશ્રીની નિશ્રામાં ડગલે પગલે શાસન પ્રભાવનાનાં કાર્યો થતા રહેતા હતા. તેમનું નિર્મળ જીવન અનેકને પ્રેરક બની રહ્યું હતું.
વિ.સં. ૨૦૫૬, મહા સુદ-૬, વાંકી (કચ્છ) મુકામે પૂજયશ્રીએ પોતાના પટ્ટધર પૂજય ૫, શ્રી કલાપ્રભવિજયજી ગણિવરને આચાર્ય પદવી આપી ઉત્તરાધિકારી તરીકે ઘોષિત કર્યા.
વિ.સં. ૨૦૫૮, મહા સુદ-૪ ની સવારે ૭.૨૦ વાગે કેશવણા (રાજ.)માં પૂજયશ્રી સમાધિપૂર્વક કાળધર્મ પામ્યા. તેમના પાર્થિવ દેહનો અગ્નિ સંસ્કાર શંખેશ્વરમાં થયો. એ સ્થળે બનેલું સુવિશાળ ગુરુ મંદિર આજે ગુરુ
ભક્તિની સૌરભ ફેલાવી રહ્યું છે. ગુરુ મંદિરની પ્રતિષ્ઠા (વિ.સં. ૨૦૬ ૨, મહા વદ-૬ )નો પ્રસંગે ૧૬-૧૭ જેટલા વિવિધ સમુદાયના આચાર્યો, ૨૦૦ જેટલા સાધુઓ, ૧000 જેટલા સાધ્વીજી ભ. તથા ૬૫ હજાર જેટલી માનવમેદની ઉપસ્થિત હતી. ગુરુ મંદિર નિર્માણ તથા અદ્વિતીય પ્રતિષ્ઠા મહોત્સવનો સંપૂર્ણ લાભ લાકડીયા – કચ્છ નિવાસી શ્રેષ્ઠી શ્રી ધનજીભાઇ ગેલાભાઇ ગાલા પરિવારે લીધો હતો.
આ પાંચેય ઉપકારી મહાપુરુષોના ચરણોમાં સંઘ કોટિ કોટિ વંદન કરે છે.
પૂજયશ્રીના જીવન વિષે વિશેષ પરિચય મેળવવા // કલાપૂર્ણમ્ II સ્મૃતિગ્રંથના બે ભાગો તથા પૂજયશ્રીની સાધના અને ઉપદેશનો સાર જાણવા “કહે કલાપૂર્ણસૂરિ' ભાગ-૧ થી ૪ ભાગ વાંચવા જેવા છે.
8A%A88888A YAUAAAAAAAAA
||
૬ ||