________________
श्री शालिभद्र
महाकाव्यम्
CHERER
વિ.સં. ૧૯૮૩ લાકડીઆ મુકામે દીક્ષા સ્વીકારી પૂ. કનકસૂરિજી મ.સા.ના શિષ્ય થયા. નામ પડ્યું મુનિશ્રી દીપવિજયજી. વિ.સં. ૨૦૦૫માં પૂજ્ય ગુરુદેવે યોગ્યતા જોઇ પંન્યાસ પદથી વિભૂષિત કર્યા. પૂજ્ય કનકસૂરિજી મ.સા.ના સ્વર્ગવાસ પછી વિ.સં. ૨૦૨૦માં કટારીઆ મુકામે આચાર્યપદથી અલંકૃત થયા અને વાગડ સમુદાયના
નાયક બન્યા.
પૂજ્ય આચાર્યશ્રી તીવ્ર સ્મરણ શક્તિ, બુલંદ અને મધુર અવાજ તથા અપૂર્વ વ્યાખ્યાન શક્તિના સ્વામી હતા. તેમના વ્યાખ્યાનો તથા તેમના મધુર કંઠેથી સજ્ઝાયો વગેરે સાંભળવું તે જીવનનો લ્હાવો ગણાતો. એમના વ્યાખ્યાનો સાંભળવા વિદ્યાશાળા (અમદાવાદ)નો હોલ ખીચોખીચ ભરાઇ જતો.
વિ.સં. ૨૦૨૬ નવસારી મુકામે પૂજ્યશ્રીને ફ્રેકચર થતાં... તથા વૃદ્ધાવસ્થા થઇ જતાં હાલવા-ચાલવાનું બંધ થઇ ગયું. શરીર વ્યાધિગ્રસ્ત થયું, પણ મન સમાધિમસ્ત જ હતું. વિ.સં. ૨૦૨માં ૫.પૂ. કલાપૂર્ણવિજયજી મ.સા.ને આચાર્ય પદવી આપી ઉત્તરાધિકારી તરીકે જાહેર કર્યા. એજ વર્ષે આધોઇ મુકામે ચૈ.સુ. ૧૪ ના દિવસે ઉપવાસના પચ્ચક્ખાણ પૂર્વક સાંજે ૫.૦૦ વાગે કાળધર્મ પામ્યા. એમના જવાથી ખરેખર જૈન સંઘને મહાન તપસ્વી, ત્યાગી, ક્રિયાપ્રેમી, સંયમી, સ્વાધ્યાયરસિક અને શાસન પ્રભાવક એક આત્માની ખોટ પડી.
©
THE
EK
|| ૭ ||