________________
श्री
शालिभद्र
महाकाव्यम्
ERERERE
તપોમૂર્તિ પૂજ્ય આચાર્યશ્રી વિ. દેવેન્દ્રસૂરીશ્વરજી મહારાજ
વાગડ પ્રદેશના ઓશવાળ જૈન ભાઇઓનો ઉદ્ધાર કરવા માટે કચ્છની પવિત્ર ધરતી પર જાણે કોઇ દેવાત્માનું અવતરણ થયું. ધરતીના લોકોએ પણ જેઓને દેવેન્દ્રસૂરીશ્વરજી મહારાજા તરીકે પિછાણ્યા તે પૂજય આચાર્યશ્રીનો જન્મ વિ.સં. ૧૯૪૮ લાકડીઆ (કચ્છ-વાગડ)ની પુણ્ય ધરા પર થયેલો હતો.
માતા : મૂળી બેન, પિતા : લીલાધરભાઇ, ગૃહસ્થી નામ ઃ ગોપાળભાઇ.
બાળ ગોપાળ પૂજ્યશ્રી જીતવિજયજી મહારાજ આદિનો સંપર્ક થતાં પૂર્વ જન્મના પ્રબળ સંસ્કારથી વૈરાગ્ય વાસિત થયો. મહેસાણાની પાઠશાળામાં અભ્યાસ કરવાથી એ વૈરાગ્ય અત્યંત પુષ્ટ થયો. દીક્ષા માટે મક્કમ નિર્ધાર કર્યો... પણ.. ગોપાળ પર માતા મૂળીબેનને અપાર સ્નેહ હતો. એ કેમેય રજા આપવા તૈયાર ન થયાં, પણ ગોપાળભાઇ પણ ક્યાં ઓછા હતા ? ગમે તેમ થઇ જાય પણ આ જિંદગીમાં દીક્ષા તો લેવી જ લેવી. એમના અંતરાત્માનો આ દૃઢ સંકલ્પ હતો. પણ માને તરછોડીને તે દીક્ષા લેવા માંગતા ન હતા. આથી માતાની સમ્મેતશિખર આદિની તીર્થયાત્રા કરવાની ભાવના હતી તે પૂર્ણ કરાવી. માતાની અનુમતિની રાહ જોવામાં ૩૬ વર્ષની ઉંમર થઇ ગઇ. ત્યાં સુધી તેમણે આધોઇ, મનફરા, સામખીઆરી આદિ સ્થળે પાઠશાળાઓ ચલાવી જૈન ઓશવાળ ભાઇઓમાં ધર્મના સંસ્કારો રોપ્યા. આજે પણ ઓશવાળ ભાઇઓ તેમના પ્રત્યે અત્યંત કૃતજ્ઞ છે.
એક દિવસે આધોઇ મુકામે કોઇ બાઇનું મ્હેણું સાંભળી દીક્ષા માટે કૂદી પડ્યા.
FRERERER
REDERER
॥ ૬ ॥