________________
श्री
शालिभद्र महाकाव्यम्
FRERERE
વાત્સલ્યમૂર્તિ પૂજ્ય આચાર્યશ્રી વિ. કનકસૂરીશ્વરજી મહારાજ
વિ.સં. ૧૯૩૯, ભા.વ. ૫ ના પુણ્ય દિવસે પલાંસવા (કચ્છ-વાગડ)માં એક જ્યોત પ્રગટી... જેના પ્રકાશથી સમસ્ત વાગડ પ્રદેશ પ્રકાશિત થઇ ઉઠ્યો. એ જ્યોત ‘કનકસૂરિજી મહારાજ' તરીકે પ્રખ્યાત થઇ.
માતા : નવલબેન, પિતા : નાનચંદભાઇ, ગૃહસ્થી નામ ઃ કાનજીભાઇ.
નાનપણથી જ વૈરાગ્ય વાસિત આ આત્મા વિરાગીની સાથે બુદ્ધિશાળી પણ હતા. એમની ઉત્કટ બુદ્ધિને જોઇને પલાંસવાના ઠાકોર બેરિસ્ટર બનાવવા ઇંગ્લેન્ડ મોકલવા તૈયાર થયા, પણ જે ધર્મનાયક બનવાના હોય તેમને બેરિસ્ટર થવું કેમ ગમે ? કાનજીભાઇએ સ્પષ્ટ ના પાડી.
સાધ્વીરત્નશ્રી આણંદશ્રીજી મ.ના સતત સમાગમે એમના હૈયામાં વૈરાગ્ય દિન-દિન પલ્લવિત થવા લાગ્યો અને એક દિવસે એ જ સાધ્વીજીના શ્રીમુખે પાલીતાણા મુકામે આજીવન બ્રહ્મચર્યવ્રત સ્વીકાર્યું. ત્યારે તેમની ઉંમર માત્ર ૧૯ વર્ષની હતી. યૌવનની ઉગતી ઉષાએ કેવો અણનમ અને પવિત્ર સંકલ્પ ?
૨૩ વર્ષની વયે વિ.સં. ૧૯૬૨માં ભીમાસર (કચ્છ-વાગડ) મુકામે પૂજ્ય શ્રી જીતવિજયજી દાદા પાસે દીક્ષા સ્વીકારી પૂ. મુનિશ્રી હીરવિજયજી મ. (તેમના જ સંસારી કાકા)ના શિષ્ય પૂ. કીર્તિવિજયજી તરીકે પ્રખ્યાત થયા. વડી દીક્ષામાં પૂ. કનકવિજયજી અને આગળ જતાં પૂ. કનકસૂરિજી થયા.
વિ.સં. ૧૯૭૫માં સંઘસ્થવિર પૂજ્ય આ. શ્રી સિદ્ધિસૂરિજીએ તેમને પંન્યાસ પદથી અને સં. ૧૯૮૯ અમદાવાદમાં આચાર્ય પદથી વિભૂષિત કર્યા.
ERERERERE
॥ શ્૪ ॥