________________
श्री
शालिभद्र महाकाव्यम्
FRERER
વિ.સં. ૧૯૩૮માં પૂ. ગુરુદેવશ્રી પદ્મવિજયજી સ્વર્ગવાસી થયા. ત્યાર બાદ તેમણે ખૂબ જ ભ્રમણ કર્યું અને અનેક લોકોના હૈયામાં ધર્મ-ભાવના પેદા કરી. મારવાડ, ગુજરાત, કાઠીયાવાડ, કચ્છ વગેરે અનેક સ્થળોએ તેમના ચાતુર્માસ થયેલા છે.
તેમની ‘વચનસિદ્ધ’ મહાપુરુષ તરીકે પ્રસિદ્ધિ હતી. એમના મુખેથી નીકળેલું વાક્ય સત્ય બને જ એવી ઘણી ઘટનાઓ લોકોને પ્રત્યક્ષ જોવા મળેલી. આંબરડી ગામે એક ગુલાબચંદ ઝોટા નામના લંગડાભાઇને નવકાર મંત્રના જાપ દ્વારા તે જ વખતે ચાલતો કરી દીધેલો. આવી તો કેટલીય ઘટનાઓ એમના જીવનમાં બનેલી છે.
અનેક લોકોના હૈયે ધર્મભાવનાના બીજ રોપી, કેટલાકને દેશવિરતિધર અને કેટલાકને સર્વવિરતિધર બનાવી એમણે સ્વ-પર જીવનને ધન્ય બનાવ્યું.
વૃદ્ધાવસ્થામાં પલાંસવા (કચ્છ-વાગડ) ખાતે સ્થિરતા કરી. વિ.સં. ૧૯૭૯ (કચ્છી વિ.સં. ૧૯૮૦) અષા. વ. ૬ની વહેલી સવારે સિદ્ધ ભગવંતોનું ધ્યાન ધરતા સ્વર્ગે સિધાવ્યા.
પૂ. કનકસૂરિજી મ.નો સમુદાય તથા પૂ. શાંતિચન્દ્રસૂરિજી મ.નો સમુદાય એ પૂજ્ય દાદાશ્રી જીતવિજયજી
મ.ની જ શિષ્ય પરંપરા છે.
અગણિત વંદન એ દિવ્યવિભૂતિને !
©
ERERERERER
SEREREREREDER
॥શ્ર્ ॥