________________
शालिभद्र महाकाव्यम्
828282828282828282828282828282828288
મનફરાના કોહીનૂર રત્ન પૂજ્ય દાદાશ્રી જીતવિજયજી મહારાજ દાદાશ્રી જીતવિજયજી મહારાજ પોતાના સંયમ અને તપોનિષ્ઠ જીવનથી જૈન જગતમાં ઠીક ઠીક જાણીતા છે.
આ મહાપુરુષનો જન્મ વિ.સં. ૧૮૯૬ ચૈ.સુ.-૨ ના પવિત્ર દિવસે કચ્છ દેશના (ભચાઉ) મનફરા ગામની પુણ્યધરા પર થયો હતો. તપાગચ્છાધિપતિ આચાર્યશ્રી વિજયપ્રભસૂરિજી મ.સા. (સ્વ. વિ.સં. ૧૭૪૯)ની પણ આ મનફરા (જૂનું નામ મનોહરપુર) એ જ જન્મભૂમિ હતી. આજ સુધી આ ગામમાંથી પ્રાયઃ ૭૦ જેટલા આત્માઓ સંયમધર બનેલા છે, તે આવા મહાપુરુષોને આભારી છે.
પૂ. જીતવિજયજી મ.સા.ના માતા : અવલબેન અને પિતા : ઉકાભાઇ હતા. સંસારી નામ હતું : જયમલ્લ. બાળપણથી જ ધર્મરંગે રંગાયેલા આ જયમલ્લને ૧૨ વર્ષની વયે આંખમાં વેદના થઇ... ધીરે ધીરે આંખે દેખાતું બંધ થઇ ગયું. પણ અંતરદૃષ્ટિ બંધ હોતી થઇ. તેમણે ૧000 વર્ષ પ્રાચીન પ્રભુશ્રી શાંતિનાથ ભ.ની પાસે પ્રાર્થના કરી. જો હું દેખતો થાઉં તો મારે દીક્ષા સ્વીકારવી અને ખરેખર તેઓ દેખતા થયા અને અભિગ્રહ પ્રમાણે પૂજય મણિવિજયજી દાદાના શિષ્ય પૂ. પદ્મવિજયજી પાસે આડીસર મુકામે (વિ.સં. ૧૯૨૫) સંયમ સ્વીકારી જયમલ્લમાંથી “જીતવિજયજી' બન્યા. જયાં તેમની દીક્ષા થઇ એ કૂવાનું ખારું પાણી (આડીસર ગામ રણની પાસે જ છે) મીઠું થયું અને સૂકી રાયણ નવપલ્લવિત થઇ. આથી દીક્ષાના સમયથી જ તેમની આશ્ચર્યભરી સુવાસ ચારે બાજુ ફેલાઇ ગઇ.
ARRARAUAYA8A828282828282828
||
૨ ||