________________
આદિ કરણો મહાસમાધિરૂપ છે. જેના પ્રભાવે આત્મા સમ્યગ્દર્શન આદિ ગુણોરૂપ આત્માની ત્રણ પ્રકારની વિશુદ્ધ ભૂમિકા પ્રાપ્ત કરે છે.
આત્મામાં જ્યારે ચરમ યથાપ્રવૃત્તિકરણને યોગ્ય વિશુદ્ધિ પ્રગટ થાય છે, ત્યારે તેને યોગના બીજભૂત મિત્રા આદિ ચાર દૃષ્ટિઓ પ્રાપ્ત થાય છે. કહ્યું છે કે -
ગ્રંથિને સમીપવર્તી, અલ્પ મિથ્યાત્વ (મોહ)વાળા જીવને અંતિમ યથાપ્રવૃત્તિકરણ થાય છે. ત્યારે તેનામાં જિનભક્તિ આદિ યોગબીજો પ્રગટ થાય છે - જે યથાપ્રવૃત્તિકરણ એ અપૂર્વકરણનું પૂર્વવર્તી અવંધ્યકારણ હોવાથી તે પણ અપૂર્વકરણ રૂપ જ છે.
આ ભૂમિકાને પ્રાપ્ત આત્માને ત્રણ અવંચક યોગોની પ્રાપ્તિ થવાની વાત પણ પોતાના યોગ ગ્રંથોમાં પૂ. શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજાએ કરી છે.
(૧) યોગાવંચક, (૨) ક્રિયાવંચક અને (૩) ફલાવંચક - ‘આ ત્રણ અવંચક યોગો પણ અવ્યક્ત સમાધિરૂપ છે. એમ પૂજ્ય શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજાએ સ્વરચિત ‘યોગ દૃષ્ટિ સમુચ્ચય'ની ટીકામાં સ્પષ્ટપણે જણાવ્યું છે.
આ ભૂમિકામાં સ્થિત જીવને પ્રથમ
ગુણસ્થાનક નિરુપચરિત-તાત્ત્વિકરૂપે હોય છે અને ત્યાં ગ્રંથિનો ભેદ થતાં, તે વ્યક્ત સમાધિરૂપ બને છે.
આ વ્યક્ત સમાધિરૂપ ભૂમિકામાં ઉન્મનીકરણ આદિ પણ યથાયોગ્ય રીતે અવશ્ય હોય છે.
અનોખી આંખ
અતીન્દ્રિય, અરૂપી આત્માને જોવાની આંખ પણ અનોખી જ હોય છે અને તે નિર્વિકલ્પ ચિન્માત્ર સમાધિ છે જે (આંખ) વિકલ્પ, વિચાર અને વિમર્શના વિસર્જનથી ખૂલે છે.
ઇન્દ્રિયો, મન આદિ સીમાવાળા છે તેથી તેના દ્વારા જે જ્ઞાન થાય છે તે પણ સીમાવાળું જ હોય છે. અસીમ અને અનંતને જાણવા અને માણવા માટે
ઇન્દ્રિયો અને મનથી ક્રમશઃ ઉપર ઊઠવું જ પડે છે. ચિત્તની વિચારશૂન્ય અવસ્થામાં અસીમ-અનંત આત્મતત્ત્વનો સાક્ષાત્કાર થાય છે.
આ ઉન્મનીકરણ આદિ કરણોના ૯૬ પ્રકારોમાં ક્રમશઃ મન, ચિત્ત વડે થતા ચિંતન અને વિચારોનો અભાવ થવાથી આત્માને જોવાની આંખ ઉઘડે છે અને ત્યારે સમગ્ર જીવન દિવ્ય અમૃત પ્રકાશથી પૂર્ણ પ્રકાશિત બને છે.
જ્યાં વિચાર નથી, ત્યાં માત્ર
૧. ‘યોગદૃષ્ટિ સમુચ્ચય’ - શ્લોક નંબર ૩૯.
૨. અવ્યસમાધિરેવૈષ તવધારે પાાત્ - ‘યોગદૃષ્ટિ સમુચ્ચય’ - શ્લોક નંબર ૩૪.
ધ્યાન વિચાર (સવિવેચન) ૭ ૪૫