________________
કે વિનય ચારિત્ર્યનું એક અંગ છે, મોક્ષનું મૂળ છે, પરંતુ સમ્યગ્ જ્ઞાન અને દર્શન વિના વિવેકવિહીન વિનય ન તો ચારિત્ર્યનું અંગ છે, ન મોક્ષનું મૂળ છે.
સમ્યગ્ દર્શન જ્ઞાન અને ચારિત્ર્યરૂપ વિનયની યથાયોગ્ય આરાધના કરવામાં આવે તો તે મોક્ષમાર્ગના મૂળરૂપ વિનયથી સ્વર્ગ અને અપવર્ગની પ્રાપ્તિ થઇ શકે છે.
ટૂંકમાં જે જીવાદિ પદાર્થોના અસ્તિત્વને સ્વીકારે છે તે તે ક્રિયાવાદીના
૧૮૦, જે જીવાદિ પદાર્થોના અસ્તિત્વનો અપલાપ કરે છે તે અક્રિયાવાદીના ૮૪, જે જ્ઞાનનો જ નિષેધ કરે છે, તે અજ્ઞાનવાદીના ૬૭ અને વિનયથી જ મોક્ષ વગેરેની પ્રાપ્તિ માનનાર વિનયવાદીના ૩૨ ભેદ છે. આમ કુલ ૩૬૩ ભેદની સંખ્યા બતાવી છે. આ ચારે વાદ એકાન્તવાદી અને સ્વાગ્રહી હોવાથી મિથ્યા છે, ‘પાખંડ’ છે, તેથી તેનું પ્રતિપાદન કરનારાઓને પણ ‘પાખંડી' કહેવાય છે.
ધ્યાન વિચાર (સવિવેચન)
· ૩૪૬