________________
જીવાદિ નવ તત્ત્વોનો ક્રમશઃ ઉલ્લેખ કરીને તેની નીચે ૭ ભંગની સ્થાપના કરવી (૧) સત્, (૨) અસત્, (૩) સદસત્, (૪) અવક્તવ્ય, (૫) સદ્ વક્તવ્ય, (૬) અસદ્ વક્તવ્ય, (૭) સદ્
અસદ્ અવક્તવ્ય.
જીવ સત્ છે એ કોણ જાણે છે ? એ જાણવાનું પ્રયોજન પણ શું છે ? એ જ રીતે ક્રમશઃ અસદ્ આદિ શેષ છ ભંગ સમજી લેવા. જીવાદિ નવ તત્ત્વોમાં પ્રત્યેકની સાથે સાત ભંગ થવાથી કુલ ૬૩ ભંગ થયા. તેમાં ચાર ભંગ હવે બતાવવામાં આવે છે, તે ભેળવવાથી ૬૩૪૪=૬૭ ભેદ થયા.
એકાન્ત અજ્ઞાનવાદના દોષ : અજ્ઞાનથી કદાપિ કોઇ જીવનું કુશલમંગલ થતું નથી. સંસારમાં પરિભ્રમણ, જન્મરણની પરંપરા વગેરે
અનેક પ્રકારનાં દુઃખો અજ્ઞાનતાને કારણે જ જીવને આવી પડે છે.
અજ્ઞાનવાદી પોતાના સિદ્ધાંતનું પ્રતિપાદન જ્ઞાનથી કરે છે, પરંતુ જ્ઞાનને વખોડે છે. હકીકતમાં જીવાદિ પદાર્થોનું યથાર્થ સ્વરૂપ જ્ઞાનથી જ સમજી શકાય છે. માટે જ્ઞાન-સમ્યગ્ જ્ઞાન એ મંગલકલ્યાણકારી છે, અજ્ઞાન નહીં; અજ્ઞાનને કલ્યાણકારી માનનાર સ્વયં મહાભ્રાંત અને અસંબદ્ધ ભાષી છે.
•
ચાર ભંગ - (૧) સત્ વિદ્યમાન પદાર્થની ઉત્પત્તિ થાય છે તે કોણ જાણે. છે ? એ જાણવાથી પણ લાભ શો છે ? એ જ રીતે (૨) અસત્ (અવિદ્યમાન) (૩) સદ્ભુત (કથંચિદ્ વિદ્યમાન ચિદ્ અવિદ્યમાન) અને (૪) અવક્તવ્ય ભાવની સાથે ઉપર મુજબ વાક્ય જોડવાથી ચાર વિકલ્પ થાય છે.
-
એકાન્ત વિનયવાદ : સ્વરૂપ અને ભેદ : જે વિનયને જ મોક્ષનો માર્ગ માને છે તે વિનયવાદી છે. તેઓ કહે છે કે વિનયથી જ સ્વર્ગ અને મોક્ષની પ્રાપ્તિ
થાય છે.
વિનયવાદના ૩૨ ભેદ :
(૧) દેવતા, (૨) રામ, (૩) યતિ, (૪) જ્ઞાતિ, (૫) વૃદ્ધ, (૬) અધમ, (૭) માતા અને (૮) પિતા - આ આઠનો મન, વચન, કાયા અને દાનથી વિનય કરવો. આ રીતે ૮×૪=૩૨ ભેદ વિનયવાદના થાય છે.૨
એકાન્ત વિનયવાદના દોષ : મિથ્યાગ્રહથી પ્રેરિત થઇને વિનયવાદી કહે છે કે ‘અમારા સર્વ પ્રયોજનની સિદ્ધિ વિનયથી થાય છે.' જો
૧. મૂત્રતા, શૌ. યુ. પર્વત-૨૨૯ શ્રી ૨૪૬, frવું-બાપા ૧૯૯૦
૨. સૂત્રતા, શી. રૃ. પત્રાંજ ૨૦૮.
सूत्रकृताङ्ग निर्युक्ति
गाथा ११९.
ધ્યાન વિચાર (સવિવેચન) ૦ ૩૪૫