________________
અર્થાવગ્રહ, (૭) સ્પર્શનેન્દ્રિય વ્યંજનાવગ્રહ, (૮) રસનેન્દ્રિય વ્યંજનાવગ્રહ, (૯) ઘ્રાણેન્દ્રિય વ્યંજનાવગ્રહ, (૧૦) શ્રોત્રેન્દ્રિય વ્યંજનાવગ્રહ.
મન અને ઇન્દ્રિયોનો બાહ્ય પદાર્થો સાથેનો સંબંધ સર્વથા છૂટી જતાં, સાધક આત્મસ્વરૂપમાં અત્યંત નિશ્ચળતાને પામે છે.
નિર્મતીકરણ આદિ આઠ પ્રકાર નીચે મુજબ છે
(૧) નિર્મતીકરણ, (૨) મહાનિર્મતીકરણ, (૩) પરમ-નિર્મતીકરણ, (૪) સર્વ-નિર્મતીકરણ, (૫) નિર્મતીભવન, (૬) મહા-નિર્મતીભવન, (૭) ૫૨મ-નિર્મતીભવન, (૮) સર્વનિર્મતીભવન.
(૧૧) નિર્વિતર્કીકરણ
મૂળ પાઠ : निर्वितर्कीकरणमित्यादि ८
(અષ્ટધા) | Íોત્તર ાતમાવી, अवायात् पूर्व ऊहो वितर्कः । 'अरण्यमेतत् सविताऽस्तमागतः ' નૃત્યાદિ ।। ૧૨ ।।
અર્થ : નિર્વિતર્કીકરણ વગેરે આઠ પ્રકા૨ નીચે પ્રમાણે છે (૧) નિર્વિતર્કીકરણ, (૨) મહાનિર્વિતર્કીકરણ, (૩) પરમનિર્વિતર્કીકરણ, (૪) સર્વ-નિર્વિતર્કીકરણ, (૫) નિર્વિતર્કીભવન, (૬) મહાનિર્વિતર્કીભવન, (૭) પરમ-નિર્વિતર્કીભવન, (૮) સર્વ-નિર્વિતર્કીભવન.
–
વિતર્ક એટલે જે ઇહા થયા પછી અને અપાય (નિશ્ચય) પૂર્વે (તર્ક) થાય છે, તેને વિતર્ક કહે છે.
દા.ત. : આ અરણ્ય છે, સૂર્ય અસ્ત પામ્યો છે, અત્યારે અહીં માનવ હોવાનો સંભવ નથી : આ કારણોથી પ્રાયઃ પક્ષીઓવાળો અને રતિના પ્રિયતમ કામદેવના શત્રુ શિવના નામવાળો આ પદાર્થ (સ્થાણુ-ઝાડનું ઠૂંઠું) હોવો જોઇએ.
વિવેચન : આ કરણમાં વિતર્કનો અભાવ થાય છે. વિતર્કનો અર્થ છે, સુંદર યુક્તિપૂર્વક વિચારણા કરવી તે. તેનું બીજું નામ ‘ઉહ’ છે.
‘ઇહા'ની પછી અને ‘અવાય’ની પહેલાં વિતર્ક થાય છે. તેનું જ અહીં
१. अरण्यमेतत् सविताऽस्तमागतो, न चाधुना संभवतीह मानवः । પ્રાયસ્તવેતેન વિમાના, ભાવ્યું તિપ્રિ(?)યતમારિનાના ॥ પત્ર || ૭૮ ॥
- ‘વિશેષાવશ્ય ભાષ્ય' શ્રીોવ્યાન્નાર્થ ટીજા. (સંસ્કૃતમાં ઠૂંઠાને (સ્થાણુ) કહે છે અને મહાદેવનું બીજું નામ પણ ‘સ્થાણુ’ છે. મહાદેવે રતિના પતિ કામદેવને મારી નાખ્યો હોવાથી મહાદેવ કામદેવના શત્રુ છે એટલે ઉક્ત શ્લોકમાં ‘રતિપ્રિયતમારિનાના’. આ પદમાં રિતના પતિના શત્રુ સમાન નામ (સ્થાણુ)વાળા તરીકે ‘ઝાડના ઠૂંઠા'નો ઉલ્લેખ કર્યો છે.)
ધ્યાન વિચાર (સવિવેચન) ૦૨૮૭