________________
‘વિતર્ક’ શબ્દથી ગ્રહણ થયું છે.
‘પ્રમાણ નય તત્ત્વાલોક’ ગ્રંથમાં પરોક્ષ પ્રમાણના પાંચ પ્રકારોમાં ‘તર્ક'નો એક સ્વતંત્ર પ્રમાણ તરીકે નિર્દેશ કર્યો છે. તેનું કારણ એ છે કે તર્કજ્ઞાનને પ્રમાણ ન માનવામાં આવે તો અનુમાન પ્રમાણની ઉત્પત્તિ થઇ શકતી નથી. તર્કથી ધુમાડા અને અગ્નિનો અવિનાભાવ સંબંધ નિશ્ચિત થઇ ગયા પછી જ ધુમાડાથી અગ્નિનું અનુમાન કરી શકાય છે - આ છે તર્કનું કાર્ય.
૨
હવે ‘તર્ક' શું છે તે વિચારીએ ‘જ્યાં-જ્યાં ધુમાડો હોય છે, ત્યાંત્યાં અગ્નિ હોય છે' આ રીતે એક (હેતુ)ના સદ્ભાવમાં બીજાનો સદ્ભાવ હોવો તે અવિનાભાવ સંબંધને ‘વ્યાપ્તિ’
કહે છે.
1
આ અવિનાભાવ સંબંધ ત્રણે કાળ માટે હોય છે. જે જ્ઞાનથી આ સંબંધનો નિર્ણય થાય તેને ‘તર્ક' કહે છે.
તર્કનું શાન ઉપલંભ અને અનુપલંભથી ઉત્પન્ન થાય છે. ધુમાડાના સદ્ભાવમાં અગ્નિનો સદ્ભાવ એક સાથે જોવો તે ઉપલંભ છે અને અગ્નિના અભાવમાં ધુમાડાનો અભાવ જાણવો તે અનુપલંભ છે.
આમ વારંવાર ઉપલંભ અને અનુપલંભ થવાથી તે-તે પદાર્થના સંબંધનું અર્થાત્ વ્યાપ્તિનું જે જ્ઞાન ઉત્પન્ન થાય છે, તે તર્ક છે.
મતિજ્ઞાનના ભેદરૂપ ઇહા અને અપાયની વચ્ચે ‘તર્ક’નું સ્થાન હોવાથી તે પણ મતિજ્ઞાનનો જ એક પ્રકાર છે. ઇહામાં થતા સંભાવનાત્મક જ્ઞાનને નિર્ણયાત્મક રૂપ આપવા જે યુક્તિ-પ્રયુક્તિઓની વિચારણા થાય છે, તે તર્ક છે.
‘અરણ્યમેતત્...’ આ શ્લોકમાં જે વાત અલંકારિક ભાષામાં રજૂ કરી છે તે આ છે
-
કોઇ માણસ જંગલમાં ગયો અને ત્યાં જ સાંજ પડી ગઇ. તે સમયે દૂરથી ઝાડનું ઠૂંઠું દેખાતાં તેના મનમાં સ્વાભાવિક રીતે જ શંકા ઉત્પન્ન થઇ કે - આ ઠૂંઠું હશે કે પુરુષ ?' પછી તે તર્ક-વિતર્ક કરવા લાગે છે. એક તો આ જંગલ છે, સૂર્ય પણ અત્યારે આથમી ગયો છે. માટે આ સ્થાને અને આ સમયે મનુષ્યની સંભાવના નથી : એટલે આ પક્ષીઓવાળું ઝાડનું ઠૂંઠું હોવું જોઇએ.
આ રજૂઆતમાં પુરુષ હોવાની અસંભવિતતાને મજબૂત બનાવવા માટે જે યુક્તિઓ વિચારવામાં આવી તે તર્ક છે.
જે સાધક-યોગી નિર્વિકલ્પ સમાધિમાં આત્માના પરમાનંદને અનુભવે છે, તે તર્ક-વિતર્કથી પણ પર થઇ ગયેલ હોય
છે, તેનું સમર્થન આ‘નિર્વિતર્કીકરણ’ દ્વારા થાય છે.
આ કરણમાં તર્ક-વિતર્કનો સંપૂર્ણ
અભાવ થવાથી દેહથી ભિન્ન આત્માના
ધ્યાન વિચાર (સવિવેચન) ૦ ૨૮૮