________________
નિષ્ફળ જાય, તે માટે તેઓ સિદ્ધ પરમાત્માના ધ્યાનમાં લીન બની જાય છે - એમ જણાવી તેમણે કરેલા ધ્યાનનું આ પ્રમાણે વર્ણન કર્યું છે
‘સો વિસેર્સ પથ્વવાળ-ઢ્ઢાળે मणं निरुंभित्ता 'सिद्ध सिलोवरि सरदिंदुકુંવ-સંઘુન્નતછાપ્' અપ્પાાં ટ્વાવિત્તા તદ્દેસ સમીવત્તિળો સિદ્ધે ધુળિયાસેસ किलेसे निउणं परिचितिउं लग्गो ।'
અર્થ : તે સુદર્શન શેઠ તે સમયે (અભયારાણીએ અનુકૂળ ઉપસર્ગ કર્યા, તે સમયે) પોતાના મનને પ્રત્યાખ્યાન-સંયમ સ્થાનમાં વિશેષ સ્થિરતાપૂર્વક પરોવીને - શરદ ઋતુના ચંદ્ર, મચકુંદના પુષ્પ અને શંખ જેવી ઉજ્જવળ કાન્તિવાળી સિદ્ધશિલા ઉપર પોતાના આત્માને સ્થાપિત કરીને, તે દેશ-સ્થાનને સમીપવર્તી સર્વ સંકલેશરહિત એવા સિદ્ધ ભગવંતોના સ્વરૂપનું નિપુણ રીતે ધ્યાન કરવા લાગ્યા.
આ રીતે સિદ્ધ પરમાત્માના ધ્યાનમાં લીન બનેલા સુશ્રાવક સુદર્શન શેઠને બાહ્ય વાતાવરણની કોઇ અસર થઇ શકી નહિ. ધ્યાનની સિદ્ધિનો આ પ્રત્યક્ષ પુરાવો
છે.
આ ઉપરાંત ‘નમસ્કાર-નિર્યુક્તિ'માં સિદ્ધ પરમાત્માના સ્વરૂપનું વિસ્તૃત વર્ણન છે. તેમજ ‘જ્ઞાનાર્ણવ’, ‘શ્રીપાળ કથા' વગેરે ગ્રંથોમાં પણ સિદ્ધ ભગવંતોના ધ્યાનની માહિતી દર્શાવી છે.
ધ્યાનાદિ બાવીસ ભેદોના નિરંતર અભ્યાસ દ્વારા ‘સિદ્ધિ ધ્યાન’ સિદ્ધ થાય છે. આ ધ્યાનમાં સિદ્ધ ભગવંતોના અરૂપી ગુણોનું ચિંતન-ધ્યાન હોય છે. તેને ‘રૂપાતીત ધ્યાન' પણ કહી શકાય છે.
‘રૂપાતીત-ધ્યાન’ના અભ્યાસ કાળમાં શુક્લ-ધ્યાનનો પ્રારંભ થાય છે, જે કેવળજ્ઞાન અને મુક્તિનું પણ અનંતર કારણ છે.
આ ધ્યાનના પ્રભાવે અણિમાદિ આઠ લૌકિક-સિદ્ધિઓ અને ૫૨માનંદનો અનુભવ કરાવનારી એવી પરમ સમાધિ રૂપ સિદ્ધિ પણ પ્રાપ્ત થાય છે.
આ ધ્યાન વર્તમાન જન્મમાં પણ લૌકિક અને લોકોત્તર સિદ્ધિ પ્રદાન કરે છે અને પરભવમાં શીઘ્ર સિદ્ધિ-શાશ્વત મુક્તિ-સુખની નિષ્પત્તિ કરે છે, તેથી આ ધ્યાનનું ‘સિદ્ધિ’ નામ સાર્થક ઠરે છે. (૨૪) પરમસિદ્ધિ ધ્યાન મૂળ પાઠ : परमसिद्धिः- मुक्तगुणानामात्मन्यધ્યારોપળમ્ ॥ ૨૪ ॥ અર્થ : મુક્ત-સિદ્ધ પરમાત્માના ગુણોનો પોતાના આત્મામાં આરોપ કરવો, તે ‘પરમસિદ્ધિ ધ્યાન' છે.
વિવેચન : ‘સિદ્ધિધ્યાન'માં બતાવી ગયા તે મુજબ સિદ્ધ પરમાત્માના ગુણોનું ધ્યાન જ્યારે દીર્ઘ કાળ સુધી નિરંતર થાય છે, ત્યારે સિદ્ધ ૫૨માત્માના સર્વ ગુણોનો
•
ધ્યાન વિચાર (સવિવેચન) ૦ ૨૨૦