________________
સાગર જેવી વિશાળ દ્વાદશાંગીનો સાર નિર્મળ ધ્યાન યોગ છે. શ્રાવકના અને સાધુઓના જે મૂળ ગુણ અને ઉત્તર ગુણો તથા જે જે બાહ્ય ક્રિયાઓ દર્શાવવામાં આવ્યા છે, તે સર્વ ધ્યાન યોગને સિદ્ધ કરવા માટે છે.
ધ્યાન સિદ્ધિનો ક્રમ આ પ્રમાણે છે : “મુક્તિ માટે ધ્યાનની સિદ્ધિ જોઇએ. ધ્યાન સિદ્ધિ કરવા માટે મનઃપ્રસાદ જોઇએ. એટલે કે ચિત્ત પ્રસન્ન હોવું જોઇએ. ચિત્ત પ્રસન્નતા, અહિંસા, સંયમ અને તપ આદિ વિશુદ્ધ અનુષ્ઠાનનું ઉલ્લાસપૂર્વક આ સેવન કરવાથી સાધી શકાય છે.
- ૩પતિ સારોદ્ધાર પ્ર. ૮ સાધનાની શરૂઆત નિર્મળતાથી થાય છે. ચિત્તની નિર્મળતા વિના વાસ્તવિક સ્થિરતા, તન્મયતા સ્વકીય બનતી નથી. શ્રી જિનાગમોમાં દર્શાવેલા મોક્ષ સાધક પ્રત્યેક અનુષ્ઠાનોની ભાવપૂર્વકની આરાધના સર્વપ્રથમ સાધકના ચિત્તને નિર્મળ બનાવે છે, પછી તેના ફળરૂપે ક્રમશઃ ચિત્તની સ્થિરતા થતાં પરમાત્મામાં તન્મયતા સિદ્ધ થાય છે.
અહિંસા ધર્મના પાલનથી ચિત્ત નિર્મળ બને છે. સંયમ ધર્મના પાલનથી ચિત્ત સ્થિર બને છે. તપ ધર્મના પાલનથી ચિત્ત આત્મસ્વરૂપમાં લીન બને છે.
- આચાર્ય વિ. કલાપૂર્ણસૂરિજી મ.સા.
‘ગ્રંથ પરિચય” પૃ. ૩૯
અધ્યાત્મયોગી પૂજ્ય આચાર્યદેવશ્રીનું સાહિત્ય ધ્યાન-વિચાર
- મિલે મન ભીતર ભગવાન યોગસાર (સવિવેચન)
- मिले मन भीतर भगवान् સહજ સમાધિ
- સદન સમાધિ - સર્વજ્ઞ કથિત પરમ સામાયિક ધર્મ - પરમ તત્ત્વ ી ૩પાસના તાર હો તાર પ્રભુ...!
तत्त्वज्ञान प्रवेशिका દામોહમ્
भक्ति है मार्ग मुक्ति का