________________
अ सि आ उ सा नमंता सोमकलारूवसोमचक्कम्मि । मस्तके सोमकलाचक्र अष्टमम् ।।
सोमसियवन्नझाणेण झाइआ हंति सिवहेऊ ॥ ९ ॥
સોમ-ચક્ર, જે સોમ-કલા (અર્ધચન્દ્રાકૃતિ) સ્વરૂપ છે, તેમાં ‘ મા ૩ના નમ:' - આ મંત્રનું ચન્દ્ર સમાન શ્વેતવર્ણ સ્વરૂપે ધ્યાન કરવાથી તે શિવસુખનું કારણ બને છે.
ब्रहाद्वारे ब्रह्मबिन्दुचक्रं नवमम् ।
चक्कमिम बंभबिंदु त्ति नामए बंभनाडिसहभूए । झाणापूरियपणवो भवियाणं कुणउ कल्लाणं ॥ १० ॥
બ્રહ્મબિન્દુ-ચક્ર, જે બ્રહ્મનાડી યાને સુષુમ્યાનાડી સાથે સંયુક્ત છે, તેનું પ્રણવ-3ૐકારથી આપૂરિત-પરિપૂર્ણ કરેલું ધ્યાન ભવ્ય-જીવોનું કલ્યાણ કરે છે.
ब्रह्मतारोपरि हंसनादचक्र दशमम ।
सिरिहंसनादचक्के हंसं विसुद्धफलिहसंकासं । जो पिक्खइ गलिअमणो तस्स वसे सयलसिद्धिओ ॥ ११ ॥
શ્રીહંસનાદ-ચક્રમાં ગલિત-શૂન્ય-ક્ષીણવૃત્તિવાળો યોગી અત્યંત શુદ્ધ સ્ફટિકમણિ તુલ્ય હંસ-જીવને જુએ છે, એટલે કે તેનું ધ્યાન કરે છે, તેવા યોગીને સકલ સિદ્ધિઓ વશ-સ્વાધીન થાય છે.
चउव्विहझाणगयं परमिट्ठिमयपहाणतरतत्तं । झायइ अणवरयं सो पावइ परमाणंदं ॥ १२ ॥
આ રીતે ચતુર્વિધ ધ્યાનગત પરમેષ્ઠીમય પ્રધાનતર તત્ત્વનું નિરંતર ધ્યાન કરે છે, તે પરમાનંદને પ્રાપ્ત કરે છે.
આ સ્તોત્રમાં બતાવેલાં દશ ચક્રોનું ધ્યાન દેહ-પિંડમાં જ જુદાં જુદાં સ્થાને થતું હોવાથી ‘પિંડWધ્યાન'રૂપ છે તથા પ્રત્યેક ચક્રમાં ‘ૐકાર, નમ: સિદ્ધમ, નમો રિહંતા' આદિ પદોનું ધ્યાન હોવાથી તે ‘પદDધ્યાન'રૂપ છે. તે યંત્રની આકૃતિ વડે થતુ હોવાથી “રૂપDધ્યાન'રૂપ પણ છે. - આ ત્રણે ધ્યાનમાં ધ્યેયરૂપે સ્થૂળ આલંબનો હોવાથી તેને “સાલંબન ધ્યાન' પણ કહેવાય છે અને તેના સતત અભ્યાસ દ્વારા સૂક્ષ્મ આલંબનરૂપ નિરાલંબન-ધ્યાનની શક્તિ પ્રગટે છે, તેથી કારણરૂપે તેને “રૂપાતીત ધ્યાન” પણ કહી શકાય છે. - પ્રથમનાં નવ ચક્રોમાં દર્શાવેલાં ધ્યાન - એ સાલંબન ધ્યાન’ છે. તેના અભ્યાસથી અનુક્રમે સિદ્ધ થતું દશમા હંસનાદ-ચક્રમાં નિર્મળ-શુદ્ધ હંસ-આત્માનું ધ્યાન – એ “રૂપાતીત ધ્યાન’ છે; જેનાથી પરમ આનંદની ઉપલબ્ધિ-પ્રાપ્તિ થાય છે. કહ્યું પણ છે -
एवं क्रमशोऽभ्यासावेशाद् ध्यानं भजेन्निरालम्बम् । समरसभावं यातः परमानन्दं ततोऽनुभवेत् ॥ - योगशास्त्र, प्रकाश १२, श्लो. ५.
આ પ્રમાણે પિંડી આદિ “સાલંબન ધ્યાનના અભ્યાસની તીવ્રતા-પરાકાષ્ઠા થતાં ‘નિરાલંબન ધ્યાન' કરે અને તેથી પરમાત્મા સાથે સમરસી (ઐક્ય)-ભાવ પામી પરમાનંદનો અનુભવ કરે.
ધ્યાન વિચાર (સવિવેચન) • ૨૧૩