________________
‘નમસ્કાર-ચક્ર'નું ધ્યાન એ ‘ભવનયોગ’ ધ્યાન રૂપ પણ છે. અર્થાત્ તેના ધ્યાનના પ્રભાવે ધ્યાતાનો ભાવોલ્લાસ-વીર્યોલ્લાસ સહજ રીતે વૃદ્ધિ પામતાં જે વિશિષ્ટ ધ્યાનોની વિવિધ પ્રક્રિયાનો તેને બોધ નહિ હોવા છતાં, તે તે ધ્યાન તેને અનુભવ-સિદ્ધ થઇ જાય છે માટે ‘નવકાર’ એ ‘ભવનયોગ' (ધ્યાન) રૂપ છે.
આ ‘ભવનયોગ’ ધ્યાનના ચોવીસે ભેદોમાં અનુસ્મૃત હોવાથી નવકાર પણ ધ્યાનના સર્વ ભેદોમાં સમાવિષ્ટ છે.
તીર્થંકર ભગવંતો આદિ પરમ-જ્ઞાની પુરુષો, જે શૂન્ય, જ્યોતિ આદિનું ધ્યાન ઉપયોગ - સમ્યજ્ઞાનપૂર્વક કરતા હોય છે, તે ધ્યાનના વિવિધ પ્રકારોની અનુભૂતિ નવકારના ધ્યાન દ્વારા સહજપણે થઇ શકે છે. આ તેનું રહસ્ય ‘ભવન’શબ્દના પ્રયોગ દ્વારા ગ્રંથકાર મહર્ષિએ બતાવ્યું છે અને તે રહસ્યને વધુ સ્પષ્ટ કરવા માટે જ નવકાર - એ ‘શુદ્ધ ધ્યાન' છે, પરમ ધ્યેય છે, પરમ જ્યોતિ છે, પરમ શૂન્ય છે ઇત્યાદિ શબ્દોનો પ્રયોગ કરીને નવકારના પરમ-રહસ્યાર્થને સ્પષ્ટ કર્યો છે.
અનુષ્ઠાનના પ્રારંભમાં કરાય છે, તે વિધિ માટે ‘વજ્ર-પંજર’ સ્તોત્ર આપણા સંઘમાં અત્યંત પ્રસિદ્ધ છે.
પરમેષ્ઠી નમસ્કારનાં નવે પદોના શરીરનાં જુદાં જુદાં અંગો ઉપર ‘ન્યાસ’ કરીને ‘આત્મરક્ષા’ કરવાની વિધિ પ્રત્યેક
-
તે સ્તોત્રમાં જ ‘આત્મરક્ષા’નું માહાત્મ્ય બતાવતાં કહ્યું છે કે - પરમેષ્ઠીપદો દ્વારા કરાતી આ ‘આત્મ-રક્ષા’ - એ પૂર્વધર – પૂર્વસૂરિ – ભગવંતોએ નિર્દેશેલી છે અને તે સર્વ પ્રકારના ક્ષુદ્ર ઉપદ્રવોનો તત્કાલ નાશ કરનારી હોવાથી મહાન પ્રાભાવિક છે. જે કોઇ આરાધક વિધિપૂર્વક આ ‘આત્મ-રક્ષા’ કરે છે તેને કદી પણ ભય, વ્યાધિ કે આધિ (માનસિક-પીડા) નડતી નથી.
આ બધો પ્રભાવ નવકારમાં રહેલી અનુપમ ‘ત્રાણ-શક્તિ’ને જ આભારી છે.
(૭) જ્યોતિ-પરમજ્યોતિ : નવકારમંત્રના સતત ધ્યાન વડે રત્નત્રયી રૂપ ‘પરમ જ્યોતિ’ પ્રગટ થાય છે. તેથી નવકાર એ જ્યોતિ અને ‘પરમ જ્યોતિ' સ્વરૂપ છે.
નવકારના અવિરત ધ્યાનાભ્યાસથી જ્યારે મન વિકલ્પરહિત (અત્યંત શાન્ત) બને છે, ત્યારે આત્માની સહજ શાન્ત જ્યોતિ પ્રગટ થાય છે અને તેના પ્રભાવે
(૬) પરમ રક્ષા : નમસ્કાર એ અનુક્રમે સમાધિ અવસ્થામાં વધુ સ્થિરતા ‘પરમ રક્ષા’ છે. થતાં ચિરકાળ સુધી ટકનારી ‘પરમ જ્યોતિ'નો પ્રાદુર્ભાવ થાય છે.
(૮) શૂન્ય-પરમશૂન્ય ઃ નવકાર ‘શૂન્ય’ અને ‘પરમ શૂન્ય' પણ છે.
-
ધ્યાન વિચાર (સવિવેચન)
૦ ૨૦૦