________________
જીવોને અતિશય પ્રમોદ ઉત્પન્ન કરનારા છે.
જેમનાં સ્મરણ-ચિંતન અને ધ્યાનથી
ભવ્ય-જીવોને ગુણ-સમૂહની પ્રાપ્તિ થાય છે.
જે સ્વયં પરમ-મંગળ સ્વરૂપ હોવાથી તેમનું ધ્યાન કરનારા ભવ્યાત્માને પણ મંગળ-સ્વરૂપ બનાવનારા છે.
જે અજર-અમર અને અસંગ છે, જન્મ-મરણાદિનાં સર્વ બંધનોથી સર્વથા વિમુક્ત બનેલા છે અને સદાકાળ શાશ્વત, અવ્યાબાધ સુખને અનુભવનારા હોય છે, તે જ સિદ્ધ પરમાત્મા છે.
તેમનું સ્મરણ-મનન અને ધ્યાન ભવ્ય આત્માને સિદ્ધ સ્વરૂપી બનાવે જ છે.
(૩) આચાર્ય-પદ : જેઓ જ્ઞાનાદિ આચારોને અહર્નિશ-પ્રતિપળ આચરનારા છે અને ઉપદેશ-દાનાદિ દ્વારા ભવ્યજીવોને આચાર-પાલન કરાવનારા છે, બીજાના અને પોતાના આત્માનું એકાંતે હિત આચરનારા છે.
જેઓ પ્રાણના ભોગે પણ પૃથ્વીકાયાદિ સમારંભોને ત્રણ કરણ અને ત્રણ ભોગ વડે કદી આચરતા નથી.
યથાર્થ અભ્યાસી છે.
સ્વ-પર દર્શનના જ્ઞાતા છે, મર્મજ્ઞ છે. જેઓ પ્રમાદાદિ દોષોથી વેગળા રહેવામાં સદા ઉપયુક્ત છે.
જેઓ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવના
સદાચારની ગંગાના પ્રવાહને સદા
જીવંત રાખનારા છે. સદુપદેશનું જાતે પાલન કરીને, સદુપદેશ આપનારા છે, માટે નિત્ય નમસ્કરણીય છે, પૂજનીય છે, વંદનીય છે, સેવ્ય છે.
(૪) ઉપાધ્યાય-પદ : આ પદે બિરાજમાન આત્મા, આસવનાં દ્વારોને સારી રીતે રોકીને મન, વચન અને કાયાના યોગોને આત્માધીન બનાવીને વિધિપૂર્વક સ્વર, વ્યંજન, માત્રા, બિન્દુ અને અક્ષર વડે વિશુદ્ધ એવા દ્વાદશાંગશ્રુતનું અધ્યયન અને અધ્યાપન કરનારકરાવનાર અને તેના વડે સ્વ-પરના આત્માને હિતકારી એવા મોક્ષના ઉપાયોનું નિરંતર સેવન કરનારા હોય છે.
જેઓ વિનય-ગુણના ભંડાર છે. મૂર્ખ યા અલ્પ-બુદ્ધિવાળો શિષ્ય પણ જેમની કૃપાથી સરળતાપૂર્વક વિનયવંત બનીને શ્રુત-જ્ઞાનનો અભ્યાસી બની જાય છે.
સૂત્ર-પ્રદાન દ્વારા ભવ્ય-જીવોના ઉપકારી હોવાથી તેઓ પણ નમસ્કારણીય
કોઇ કોપ કરે કે કોઇ પૂજા કરે, તોહોય છે. પણ રાગ-દ્વેષને આધીન ન બનતાં ઉભય તરફ સમતા-ભાવ ધરનારા છે.
(૫) સાધુ-પદ : જેઓ સ્વયં મોક્ષની સાધના કરનારા તેમજ બીજા આત્માઓને પણ ધર્મની સાધનામાં સહાય કરનારા હોય છે.
જેઓ બાહ્ય અને અત્યંતર બાર પ્રકારનાં તપનું આચરણ કરનારા, અત્યંત
• ૧૮૭
ધ્યાન વિચાર (સવિવેચન)