________________
અરિહંતાદિ પાંચે પદોનો વિશિષ્ટ રહસ્યભૂત અર્થ :
(૧) અરિહંત પદ : જે દેવ, દાનવ અને મનુષ્યોને વિષે વંદન અને પૂજનને યોગ્ય છે.
તીર્થંકર-નામકર્મ રૂપ અરિહંતપદવીના ઉપભોગપૂર્વક સિદ્ધિને પામનારા છે.
સર્વ ગુણોથી પરિપૂર્ણ હોવાથી સર્વોત્તમ છે, સ્તુતિ કરવા યોગ્ય છે અને ભયાનક-ભવાટવીમાં પરિભ્રમણ કરવાથી ભયભીત થયેલાં પ્રાણીઓને પરમ-આનંદ સ્વરૂપ મોક્ષ-માર્ગને બતાવનારા છે.
જે ભવાટવીમાં ‘સાર્થવાહ' અને ભવ-સમુદ્રમાં ‘નિર્યામક' બને છે અને છ કાય જીવોના રક્ષક હોવાથી ‘મહાગોપ’ના યથાર્થ બિરુદને ધારણ કરનારા છે.
જે ઇન્દ્રિયો, વિષય-કષાય, પરિષહ, વેદના, ઉપસર્ગ, રાગ-દ્વેષ, મોહ અને કર્મ આદિ ભાવ-શત્રુઓને હણનારા છેજીતનારા છે, સર્વજ્ઞ, સર્વદર્શી અને અચિંત્ય શક્તિ-સંપન્ન છે.
જેમનું શારીરિક રૂપ-સૌંદર્ય અને બળ-પરાક્રમ સર્વ દેવો અને ઇન્દ્રોના રૂપ તથા બળથી અનંતગણું છે.
જેમની વાણી પત્થર જેવા હૃદયને પાણી કરી દે તેવા વિશિષ્ટ પ્રકારના પાંત્રીસ ગુણોથી યુક્ત છે.
જેમના પુણ્યદેહમાં વહેતું રુધિર
દૂધની ધારા જેવું શ્વેત હોય છે.
જેમને જન્મથી ત્રણ જ્ઞાન હોય છે. જેમનું આત્મદળ અનન્ય કોટિનું હોય છે.
જેઓ સમગ્ર જગતના જીવોના કલ્યાણ માટે જ ધર્મ-તીર્થની સ્થાપના કરનારા અને પરોપકારમય જીવન જીવનારા હોય છે.
જેઓ કૃતજ્ઞતા-ગુણના સ્વામી હોય છે.
જગતની કોઇપણ દૈવી-શક્તિ જેમની તુલનામાં અતિશય સામાન્ય ગણાય છે.
જે ત્રણ ભુવનના સ્વામી છે, ગુરુ છે, માતા છે, પિતા છે, બંધુ છે, પ્રિયતમ છે, સર્વ હિતકર અને સુખકર છે, તે જ અરિહંત પરમાત્મા છે.
સઘળી શ્રેષ્ઠ ઉપમાઓ જેમની આગળ વામણી બની જાય છે એવા વિરાટ અરિહંત પરમાત્માના પ્રભાવે જ આ વિશ્વ સૌભાગ્યવંતુ છે, વ્યવસ્થિત છે, નિયમબદ્ધ છે.
(૨) સિદ્ધ-પદ : જેમને અનુપમ, અક્ષય અને અવ્યાબાધ સુખો સિદ્ધ થયાં છે અર્થાત્ જેમનાં સર્વ પ્રયોજનો પરિપૂર્ણ થયાં છે, જેઓ સર્વથા કૃતકૃત્ય છે.
આઠે કર્મનાં સંપૂર્ણ ક્ષયથી અવિનાશી સિદ્ધિ-પદને પ્રાપ્ત થયેલા છે.
જે અનંત જ્ઞાન, દર્શન અને ચારિત્ર આદિ ગુણોથી યુક્ત છે, તેથી જ ભવ્ય
• ૧૮૬
ધ્યાન વિચાર (સવિવેચન)