________________
ધ્યાનયોગ વિષયક અનેક સાધનાસામગ્રીથી સભર છે. ઉપયોગપૂર્વક અનુષ્ઠાનો કરનારને પોતાની યોગ્યતાનુસાર તેનો લાભ અવશ્ય મળે છે.
‘પરમ માત્રા ધ્યાન'ના ચોવીસ વલયોમાં બતાવેલા ધ્યાનના પદાર્થો આવશ્યક-સૂત્રોમાં પણ સમાયેલા હોવાથી તે સર્વત્ર શુભ-ધ્યાનની ઉપયોગિતાને સૂચિત કરી સાધકને ધ્યાનમાર્ગની સાચી ઓળખાણ આપે છે.
દેવ-વંદનના બાર અધિકારોમાં પ્રથમ ‘ભાવ-જિન’ની સ્તુતિ કરવામાં આવે છે, તે ‘માત્રા-ધ્યાન'માં બતાવેલા ભાવતીર્થંકર પરમાત્માના ધ્યાનની ઘોતક છે.
શેષ અધિકારોનો સંબંધ ‘પરમ માત્રા ધ્યાન' સાથે સુસંગત છે.
‘લોગસ્સ’-સૂત્રમાં નામ-જિનનું કીર્તન છે.
‘અરિહંત ચેઇયાણં’ દ્વારા સ્થાપનાજિનના વંદનાદિ માટે કાયોત્સર્ગ કરાય છે.
‘જેઅ અઇયા સિદ્ધા’ વડે દ્રવ્ય-જિન અને ‘સવ્વલોએ અરિહંત'થી ત્રણે ભુવનનાં ચૈત્યોને વંદનાદિ થાય છે.
‘પુખ઼રવર’માં વિહરમાન વીસ તીર્થંકર પરમાત્મા અને શ્રુત-ધર્મની છે અને ‘ધમ્મો વãઉ' પદથી ચારિત્ર
ધર્મની સ્તુતિ થાય છે.
‘સિદ્ધાણં બુદ્ધાણં’ સિદ્ધ પરમાત્માઓને
ચોવીસીના તીર્થંકર પરમાત્માઓને તેમની કલ્યાણક ભૂમિનાં નામઠામના નિર્દેશ સાથે વંદન કરી, તેમની સ્તુતિ કરવામાં આવે છે.
-
દ્વારા
‘વેયાવચ્ચગર’-સૂત્ર વૈયાવૃત્ત્તકર સર્વ સમ્યગ્-દિષ્ટ દેવોનું સ્મરણ થાય છે.
આ ધ્યાનનું ફળ : આ રીતે ચોવીસ વલયોથી વેષ્ટિત (વીંટાયેલા) સ્વ-આત્માનું ધ્યાન કરવાથી તે બધા સાથે આત્મીયતાનો ભાવ પેદા થાય છે.
જેમ દેહ અને તેના સંબંધીઓનું સતત ચિંતન-સ્મરણ કરવાથી મોહાધીન આ આત્મા તે દેહ અને તેના સંબંધીઓ સાથે એકતા અનુભવે છે, તેવી જ રીતે તીર્થંકર ૫૨માત્માનું ધ્યાન કરનાર સાધક તેઓ સાથે તથા તેના પરિવારભૂત ચતુર્વિધ-સંઘ તથા ગણધરાદિ સાથે એકતાનો અનુભવ કરે છે.
આ અનુભવના પ્રભાવે સાધક આત્માને - ‘આ ચતુર્વિધસંઘ તથા જ્ઞાનદર્શન-ચારિત્ર એ જ મારી સંપત્તિ છે' એવી દૃઢ પ્રતીતિ થાય છે. (૨૧) પદ ધ્યાન
સ્તુતિ.
સૂત્રમાં સર્વ તથા વર્તમાન
ધ્યાન વિચાર (સવિવેચન)
મૂળ પાઠ :
पदं द्रव्यतो लौकिकं राजादि ५, लोकोत्तरमाचार्यादि ५,
भावतः पञ्चानां परमेष्ठिपदानां ધ્યાનમ્ ॥ ૨ ॥
- ૧૭૯
-
-