________________
ધ્યાન કરતા રહેવું જોઇએ. • પરમાત્મ-સ્વરૂપનું ચિંતન :
જે વાણીને અગોચર છે, અવ્યક્ત, અનંત, અજર, જન્મ-મરણના ભ્રમણથી રહિત, શબ્દાતીત અને નિર્વિકલ્પ છે તેવા પરમાત્માનું જ ચિંતન કરવું જોઇએ.
જેમના કેવળજ્ઞાનના અનંતમાં ભાગ માત્રમાં પણ અનંત દ્રવ્ય-પર્યાયથી પરિપૂર્ણ એવો સમગ્ર લોક અને અલોક અવસ્થિત છે, પ્રતિબિંબિત છે, તે પ૨માત્મા જ ત્રણે લોકના ગુરુ છે.'
સુરો, અસુરો તેમજ માનવીઓના અધિપતિથી પૂજિત છે, સમસ્ત જગતનું હિત ક૨ના૨ છે અને સર્વદોષથી સંપૂર્ણપણે મુક્ત છે - તે દેવાધિદેવ પરમાત્મા તરીકે પ્રસિદ્ધ છે.
સનાતન (અનાદિ અનંત, પરબ્રહ્મસ્વરૂપ), વિશ્વાત્મા સ્વરૂપ, વિશ્વવ્યાપી અને પુરાતન છે.
સર્વ કર્મ અને કલાથી અતીત, કલાવાન છતાં કલાવિહીન, પરમ આત્મા, પરમ જ્યોતિ, પરમ બ્રહ્મ અને પરથી પણ પર છે. જેઓ શાંત, સર્વજ્ઞ અને સુખદાયી છે, જગતના નાથ છે. ક્રિયાતીત અને ગુણાતીત (સત્ત્વ, રજસ્ અને તમસ્ - આ ત્રણ ગુણોથી પૂર્ણ મુક્ત) છે
અને જગતનાં સર્વ તેજોમાં વિલક્ષણ તેજવાળા છે, લોકના ગુરુ છે.ર
આ રીતે પરમાત્માના ગુણોની સ્તવના કરવાથી પ્રસન્નતાને પ્રાપ્ત થયેલા સાધકનું ચિત્ત, પરમાત્મ-સ્વરૂપના ચિંતનમાં સ્થિર બને છે. પરમાત્મસ્વરૂપમાં સ્થિર બનેલું ચિત્ત તન્મયતા પ્રાપ્ત કરે છે.
તે દેવાધિદેવ પરમાત્મા નિરાકાર (આકાર રહિત), નિરાભાસ (મુખથી જેનું વર્ણન ન થઇ શકે એવા), નિષ્પ્રપંચ (કપટ રહિત), નિરંજન (કર્મરૂપી અંજનથી રહિત), સદા આનંદમય, સિદ્ધ, બુદ્ધ અને નિરામય (કર્મરૂપ વિકારથી રહિત) છે.
તે પરમાત્મા અનંત, કેવળ, નિત્ય, વ્યોમરૂપ (આકાશની જેમ જ્ઞાનથી વિભુ), ૧. અવામોદરમવ્યમનંત શનિતમ્ ।
अजं जन्मभ्रमातीतं निर्विकल्पं विचिन्तयेत् ॥ यद् बोधानंतभागेऽपि द्रव्य-पर्यायसंभृतम् । लोकालोकं स्थितिं धत्ते स स्याल्लोकत्रयीगुरुः ॥ ૨. ‘યોગપ્રવીપ', તો. ૨, ૨૭, ૨૮, ૨૧, ૩૪, ૩૧.
તીર્થંકર પરમાત્માની શાંતરસ પૂર્ણ પ્રતિમાનું ધ્યાન નિર્નિમેષ-દૃષ્ટિએ કરનાર સાધક રૂપસ્થ-ધ્યાનના અભ્યાસના બળે તેમના ધ્યાનમાં તન્મય બનેલા પોતાના આત્માને પણ સર્વજ્ઞરૂપે જુએ છે, ત્યાર પછી અમૂર્ત, ચિદાનંદ-સ્વરૂપ, નિરંજન સિદ્ધ પરમાત્માનું ધ્યાન કરે છે. એમ નિરંતર
‘જ્ઞાનાવિ' ૧૦ રૂ, હ્તો. રૂરૂ-રૂ૪.
ધ્યાન વિચાર (સવિવેચન) . ૧૪૪