________________
અનિમેષ દૃષ્ટિ સ્થાપવામાં આવે છે, તે પરમતારા છે.
વિવેચન : બિન્દુ અને નાદ-ધ્યાન પછી ‘તારા’નો થયેલો નિર્દેશ એમ સૂચવે છે કે બિન્દુ અને નાદ-ધ્યાનના બળે દિષ્ટ અત્યંત સ્થિર-નિશ્ચલ બને છે.
લગ્ન આદિ કાર્યોમાં વ૨-વધૂની આંખોનું પરસ્પર મિલન એ દ્રવ્ય-તારા છે.
કાયોત્સર્ગ - મુદ્રામાં સ્થિત સાધકની દિષ્ટ, આંખની કીકીઓ, જિન-પ્રતિમા, સ્થાપનાચાર્ય કે નાસિકાના અગ્ર ભાગ ઉપ૨ સુસ્થિર હોય છે, તે ‘તારા-ધ્યાન’ કહેવાય છે.
‘કાયોત્સર્ગ’ના પ્રતિજ્ઞા-સૂત્રરૂપ ‘અન્નત્થ’-સૂત્રમાં પ્રયુક્ત ટાળેમાં, મોભેળ, જ્ઞાનેĪ' આ ત્રણે પદો કાયિક, વાચિક અને માનસિક ધ્યાનનાં સૂચક છે અર્થાત્ કાયોત્સર્ગમાં કાયાને જિન મુદ્રાએ સ્થિર રાખવાથી કાયિક-ધ્યાન, વાણીના વ્યાપારનો નિરોધ થવાથી વાચિક-ધ્યાન અને મનને શુભ ધ્યાનમાં એકાગ્ર કરવાથી માનસિક-ધ્યાન થાય છે.
આમ કાયોત્સર્ગ-દેહાધ્યાસના વિસર્જન સાથે આત્મા અને પરમાત્મા વચ્ચેના અંતરને તોડી પ૨માત્મા સાથે તન્મય બનાવે છે; તેથી એ સમાપત્તિધ્યાનરૂપ છે.
છ પ્રકારના આપ્યંત૨ તપમાં સૌથી શ્રેષ્ઠ અને છેલ્લું ‘કાયોત્સર્ગ-તપ' છે. પૂર્વના પાંચે પ્રકારના આપ્યંતર-તપ કરતાં ‘કાયોત્સર્ગ-તપ’નું સામર્થ્ય વિશિષ્ટ છે.
‘ષડ્-આવશ્યક’માં કાયોત્સર્ગ એ પાંચમું આવશ્યક છે અને તે સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકા રૂપ ચતુર્વિધ સંઘને નિત્ય, નિયમિત અવશ્ય કરવા યોગ્ય હોવાથી ‘આવશ્યક’ કહેવાય છે.
‘કાયોત્સર્ગ’માં કાયાને તદ્દન શિથિલ અને સ્થિર રાખી, વાણીના વ્યાપારને રોકી, શ્વાસની ગતિ સાથે ચિત્તને શાંત થવા દેવામાં આવે છે.
‘કાયોત્સર્ગ’ના ઉદ્દેશો-નિમિત્તો : જિનાગમોમાં ‘કાયોત્સર્ગ’ કરવા માટેના જુદા જુદા ઉદ્દેશો બતાવવામાં આવ્યા છે, તે જોતાં કાયોત્સર્ગની કાર્યકાયા, વાણી અને મનની સ્થિરતા-શક્તિ કેટલી વિરાટ અને સૂક્ષ્મ છે, તેનો પૂર્વકના આ ‘કાયોત્સર્ગ’માં જૈન-દર્શનને માન્ય કાયિક, વાચિક અને માનસિક ત્રણે પ્રકારનાં ધ્યાન અંતર્ભૂત છે.
સ્પષ્ટ ખ્યાલ આવે છે.
(૧) પાપનો ક્ષય, (૨) સમ્યગ્દષ્ટિ દેવતાઓનાં સ્મરણ તથા (૩) ત્રણે
१. काएविय अज्झप्पं वायाइ मणस्स चेव जह होड़ । कायवयमणोजुत्तं तिविहं अज्झप्पमाहंसु ॥ अधि-आत्मनि वर्तते इति अध्यात्मं ध्यानम् ।
आवश्यक सूत्र निर्युक्ति, श्लो. १४८४
ધ્યાન વિચાર (સવિવેચન) ૦ ૧૩૬