________________
(૧) ચિણી-શબ્દ, (૨) ચિચિણીશબ્દ, (૩) ચિરિ-શબ્દ, (૪) શંખ-ધ્વનિ, (૫) તંત્રી-નિર્દોષ, (૬) વંશ-રવ, (૭) કાંસ્ય-ધ્વનિ, (૮) મેઘ-ધ્વનિ, (૯) વાદ્યનિર્દોષ અને (૧૦) દુંદુભિ-સ્વન.
આ બધા પ્રકારો, તેનાં ભિન્ન ભિન્ન સ્થાનો અને તેનાં ફળો વગેરેનું વિસ્તૃત વર્ણન જુદાં જુદાં મંત્ર-શાસ્ત્રોમાં મળે છે.
આ દશે પ્રકારોમાં નવ નાદોનો ક્રમશઃ ત્યાગ કરી, દશમા દુંદુભિ-સ્વન અર્થાત્ દુંદુભિ-ધ્વનિ તુલ્ય નાદનું ધ્યાન કરવાથી આત્મ-સાક્ષાત્કાર થાય છે અને નાદનો ધ્વનિ સ્થગિત થતાં સહજ-સમાધિ-દશા પ્રાપ્ત થાય છે. જે મોક્ષદાયક નીવડે છે.
આ નાદ સૂક્ષ્મ અને અવ્યક્ત-ધ્વનિ રૂપે હોવાથી ધ્યાન-ગમ્ય છે.
સામાન્ય જીવો કે જેમની ઇન્દ્રિયો અને મન બહિર્મુખ હોય છે, તેઓને આ નાદ સંભળાતો નથી, પરંતુ કોઇ ઉત્તમ પુરુષને ગુરુ-કૃપાએ ધ્યાનાભ્યાસ કે મંત્રસાધનાના પ્રભાવે જ પ્રાણ અને મનની નિર્મળતા અને સ્થિરતા થવાથી અનાહત-નાદ’રૂપ સૂક્ષ્મ-ધ્વનિનું શ્રવણ થાય છે અને પછી તે ધ્વનિનું ધ્યાન કરતાં કરતાં ચિત્ત અત્યંત
શાંત અને નિર્મળ બને છે.
મનની ૫૨મ સ્થિરતા-નિશ્ચલતા પ્રાપ્ત
થયા પછી આ નાદનું શ્રવણ થતું નથી, પરંતુ ‘અનાહત-સમતા’ અને ‘સમાધિ’ પ્રગટે છે; અગમ, અગોચર આત્મતત્ત્વનો અનુભવ થાય છે. (૧૩-૧૪) તારા અને
પરમ-તારા ધ્યાન
મૂળ પાઠ : तारा - द्रव्यतो विवाहादौ वधूवरयोस्तारामेलकः, भावतः कायोत्सर्ग- व्यवस्थितस्य નિશ્ચલા દષ્ટિઃ ॥ ૩ ॥ परमतारा- द्वादश्यां प्रतिमायामिवानिमेषा शुष्कपुद्गलन्यस्ता दृष्टिः ॥ १४ ॥ અર્થ : તારા : વિવાહ આદિ પ્રસંગોમાં વધૂ અને વરનું પરસ્પર જે તારામૈત્રક (આંખની કીકીઓનું મિલન) થાય છે, તે દ્રવ્યથી તારા છે.
કાયોત્સર્ગમાં રહેલા સાધકની જે નિશ્ચલ-દૃષ્ટિ, તે ભાવથી તારા છે.
(૧૪) ૫૨મતારા : બારમી પ્રતિમાની જેમ શુષ્ક-પુદ્ગલ ઉપર જે
૧. વિશિષ્ટ પ્રકારના ઉગ્ર પ્રતિજ્ઞા, વ્રત પાલનને પ્રતિમા’ કહેવામાં આવે છે. સાધુની આવી બાર પ્રતિમાઓ છે, જેમ કે - (૧) એકમાસિકી, (૨) દ્વિમાસિકી, (૩) ત્રિમાસિકી, (૪) ચાતુર્માસિકી, (૫) પંચમાસિકી, (૬) ષણ્માસિકી, (૭) સપ્તમાસિકી, (૮) સપ્તરાત્રિકી, (૯) સપ્તરાત્રિકી, (૧૦) સપ્તરાત્રિકી, (૧૧) અહોરાત્રિકી અને (૧૨) એકરાત્રિકી - આ સર્વ પ્રતિમાઓનું વિશેષ સ્વરૂપ ‘આવશ્યક વૃત્તિ' આદિ ગ્રંથોમાં વર્ણવેલું છે. તેમાં બારમી પ્રતિમામાં અઠ્ઠમનું તપ કરીને ગામ બહાર જઇને, અનિમેષ નયને એક પરમાણુ ઉપર દૃષ્ટિ સ્થાપીને ‘કાયોત્સર્ગ ધ્યાન’માં ઊભા રહેવાનું હોય છે.
ધ્યાન વિચાર (સવિવેચન) ૦ ૧૩૫