________________
તેના ફળ રૂપે ‘અનાહત-નાદ'નો પ્રારંભ થાય છે. અક્ષરમાંથી ‘અનાહત-નાદ’ રૂપ અનક્ષરતા પ્રગટે છે.
•
પ્રાથમિક અવસ્થામાં સ્કૂલ-આલંબન દ્વારા ધ્યાનાભ્યાસનો પ્રારંભ કરવો જોઇએ. તે સિદ્ધ થતાં સૂક્ષ્મ-સૂક્ષ્મતર આલંબન લેવું જોઇએ. તેના સતત અભ્યાસથી ‘અનાહત-નાદ'નો આવિર્ભાવ થાય છે અને ‘અનાહત-નાદ'ની સિદ્ધિ થતાં દ્વાદશાંત બ્રહ્મરંધ્રમાં પ્રવેશ સુલભ બની જાય છે.
‘અનાહત-નાદ’થી બાહ્યગ્રંથિઓનો લયલીન બની જાય છે.
ભેદ :
‘અર્હ’ અને સ્વરાદિ માતૃકાઓના ધ્યાનથી ‘અનાહત-નાદ' પ્રગટે છે અને તે નાભિ, હૃદય, કંઠ આદિ સ્થાનગત ગ્રંથિઓને ભેદતો ભેદતો તે સ્થાનોના મધ્યમાંથી પસાર થઇ ઊર્ધ્વગામી બને છે.
‘અનાહત-નાદ’થી આંતર (કાર્મણ) ગ્રંથિઓનો ભેદ :
બ્રહ્મરંધ્રમાં આત્માનો ઉપયોગ સ્થિર થવાથી, આત્મ-સાક્ષાત્કારમાં પ્રતિબંધક કર્મરૂપ કપાટ-દ્વાર ઊઘડી જાય છે અને ત્યારે અ-પૂર્વ આનંદનો અનુભવ થતો હોવાથી જન્મ, જરા અને મરણની ભીતિ દૂર ભાગી જાય છે. સમગ્ર શરીરમાં આનંદમય સ્વરૂપે વ્યાપીને રહેલો આત્મા પ્રત્યક્ષ થાય છે. સચ્ચિદાનંદ મૂર્તિનાં દર્શન કરીને ચેતના, આત્મા સાથે
‘અ’ આદિને અનાહતથી વેષ્ટિત ક૨વાનું તાત્પર્ય એ જ જણાય છે કે ‘અર્હ’ આદિનું ધ્યાન, જ્યાં સુધી ‘અનાહત નાદ' ન પ્રગટે, ત્યાં સુધી નિત્ય, નિયમિત ધૈર્યપૂર્વક કરતા રહેવું જોઇએ; પરંતુ જ્યારે ‘અનાહત-નાદ'નો પ્રારંભ થઇ ગયો હોય, ત્યારે ‘અહં' આદિ અક્ષરોના ધ્યાનની આવશ્યકતા રહેતી નથી. કેમ કે અક્ષર-ધ્યાન કરતાં ‘અનાહત-નાદ’ની શક્તિ અનેક ગણી વધારે છે.
·
તેલ-ધારાની જેમ અવિચ્છિન્ન ગતિએ ચાલતા ‘અનાહત-નાદ'ના પ્રવાહ વડે અનેક કર્મ-વર્ગણાઓનો અને તજન્ય રાગ-દ્વેષાદિ ગ્રંથિઓનો ભેદ થઇ જવાથી સમ્યક્ત્વની પ્રાપ્તિ થાય છે. ‘અનાહત-શબ્દ’ના પ્રકારો અને તેનું
•
ફળ :
પૂર્વે બતાવેલા ‘બિન્દુ-નવક’માં નાદ, નાદાંત, શક્તિ, વ્યાપિની, સમના અને ઉન્મના - આ છ યે નાદના જ પ્રકારો છે અને તે ‘અનાહત-નાદ’ની ક્રમે ક્રમે થતી સૂક્ષ્મતા અને મધુરતાના જ સૂચક છે.
‘અનાહત-શબ્દ’ના અનુભવને ‘અમૃતોપમપ્રત્યયઃ' અર્થાત્ અમૃત તુલ્ય આત્માનંદનો શીઘ્ર અનુભવ કરાવનારો કહ્યો છે. ‘અનાહત-શબ્દ’ના દશ પ્રકાર નીચે
પ્રમાણે છે.
ધ્યાન વિચાર (સવિવેચન)
૦ ૧૩૪