________________
પરમાનંદના સ્થાનરૂપ, અત્યંત સૂક્ષ્મ, સ્વાનુભવગમ્ય અને અનુપમ એવા ‘અનાહત-નાદ’નું ધ્યાન-હંમેશાં બ્રહ્મરંધ્રની નીચે કરવું જોઇએ.
અવિચ્છિન્ન તેલની ધા૨ા જેવા, મોટા ઘંટના રણકાર જેવા, ‘પ્રણવ નાદ’ (અનાહત-નાદ)ના લયને જે જાણે છે, તે યોગનો સાચો જાણકાર છે - એમ શાસ્ત્રો ફરમાવે છે.
‘અનાહત-નાદ’ને ઘંટનાદની ઉપમા અને તેની સાથે સરખાવવાનું કારણ એ જ છે કે ઘંટનાદ ધીમે ધીમે શાંત થઇને અંતે અત્યંત મધુર બને છે, તેમ ‘અનાહત-નાદ’પણ ધીમે ધીમે શાંત થતો છેવટે અત્યંત મધુર બનીને આત્માને અમૃત-રસનો આસ્વાદ કરાવે છે.
યંત્રની દૃષ્ટિએ અનાહત : યંત્રની દૃષ્ટિએ અનાહતનું ભિન્ન ભિન્ન આકારોમાં આલેખન જોવા મળે છે. ઘટિત, ઠ્ઠી ઘટિત, શુદ્ધ ગોળાકાર રેખાય, લંબ ગોળાકાર રેખાદ્રય, ચતુષ્કોણાકાર રેખાય, અનેક રેખારૂપ અને અર્ધ ચંદ્રાકાર વગેરે આકારો રૂપે અનાહત ભિન્ન ભિન્ન યંત્રોમાં આલેખિત થયેલો છે.
મહાપ્રભાવી-સિદ્ધચક્ર યંત્રમાં પણ ત્રણ સ્થળે અનાહતનું આલેખન કરવામાં આવ્યું છે.
(૧) પ્રથમ વલયની કણિકાના કેન્દ્રસ્થાને રહેલા ‘અ’ની ચારે બાજુ ‘ૐ ડ્રી’ સહિત વર્તુળાકારે અનાહતનું વેષ્ટન છે. (૨) દ્વિતીય વલયમાં સ્વરાદિ આઠ વર્ગો અનાહતથી વેષ્ટિત છે.
(૩) તૃતીય વલયમાં ૐૐ સહિત આઠ અનાહતોની સ્વતંત્ર સ્થાપના કરી, તેને આરાધ્ય દેવરૂપ માની પૂજન કરવાનું વિધાન છે.
આ રીતે યંત્રના કેન્દ્ર-સ્થાને રહેલા અહઁ અને સ્વરાદિ વર્ણ-માતૃકાઓના ધ્યાનથી ‘અનાહત નાદ’ પ્રગટે છે - એમ સૂચિત થાય છે.
-
અનાહતનો ઉદ્ગમ ઃ
•
શબ્દ-ધ્વનિથી રહિત, વિકલ્પ-તરંગ વિનાનું અને સમભાવમાં સ્થિર થયેલું ચિત્ત જ્યારે સહજ અવસ્થાને પ્રાપ્ત થાય છે, ત્યારે ‘અનાહત-નાદ’નો પ્રારંભ થાય છે.
પિંડસ્થ, પદસ્થ કે રૂપસ્થ ધ્યાનમાં અક્ષર કે આકૃતિનું આલંબન લેવું પડે છે, તેથી તેને આલંબન-ધ્યાન કહેવાય છે. આલંબન-ધ્યાનમાં સવિકલ્પ-દશા હોય છે અને તે અનેક પ્રકારની હોઇ શકે છે.
‘યોગશાસ્ત્ર'માં બતાવેલા આલંબનધ્યાનના પ્રકારોમાંથી કોઇ પણ એક જ પ્રકારનો સતત અભ્યાસ કરવામાં આવે તો સાલંબન-ધ્યાનની પરિપક્વ અવસ્થામાં
१. घंटनादो यथा प्रांते प्रशाम्यन्मधुरो भवेत् । अनाहतोऽपि नादोऽथ तथा शांतो विभाव्यताम् ॥
ધ્યાન વિચાર (સવિવેચન) ૦ ૧૩૩
‘યોગપ્રદીપ', શ્તો. ૧૭.