________________
કોઇ પણ મંત્ર પ્રથમ વિકલ્પરૂપતા (વિચારરૂપતા)ને પામે છે, પછી તે વિકલ્પ સંજ૫તાને (પુનઃ પુનઃ આંતર જલ્પરૂપ અવસ્થાને) પામે છે અને સંજ૫ના યોગથી તે વિકલ્પ અંતે વિમર્શરૂપતાને અર્થાત્ પરામર્શરૂપતાને - નિર્વિકલ્પરૂપતાને પામે છે. વિમર્શ એ જ તાત્ત્વિક મંત્ર છે.
સંજલ્પ પુનઃ પુનઃ મંત્રોચ્ચાર) અર્થ-ભાવનાપૂર્વક જ થાય છે. સંજલ્પથી ભાવ્યમાન વસ્તુ સ્પષ્ટ થાય છે.
જ્યારે મંત્રનું અભેદ-પ્રણિધાન પરાકાષ્ઠાએ પહોંચે છે ત્યારે સંજલ્પ આપમેળે વિલય પામે છે અને ભાવ્યમાન વસ્તુનો-ધ્યેયનો સાક્ષાત્કાર થાય છે એટલે કે ભાવ્યમાન વસ્તુનું નિર્વિકલ્પજ્ઞાન પ્રાપ્ત થાય છે.
સંજલ્પનો અભ્યાસી સાધક ભલે મંત્રનું માનસિક રટણ કરતો હોય, તો પણ સંજલ્પથી સ્વાભાવિક રીતે અર્થનું જ્ઞાન થાય છે. અર્થના સાક્ષાત્કારનો આધાર નિર્વિકલ્પદશા ઉપર છે અને તે સંજલ્પથી સહજ રીતે પ્રાપ્ત થાય છે. પ્રશસ્ત વિકલ્પને ફરી ફરી ઉત્પન્ન કરવા રૂપ સંજલ્પના અભ્યાસથી વિકલ્પો ક્ષીણ થતાં અંતે નિર્વિકલ્પદશા પ્રાપ્ત થઇ જાય છે.
નિર્વિકલ્પ સંવિત્ પશ્યન્તી અવસ્થામાં જ હોય છે અને એ અવસ્થા બિન્દુસ્થાન (આજ્ઞાચક્ર, ભૂમધ્ય)માં પ્રાપ્ત થાય છે એટલે કે મંત્ર જ્યારે આજ્ઞાચક્રના સ્થાને
પ્રાપ્ત થાય છે ત્યારે તે પદમયી દેવતાના તાત્ત્વિકરૂપને ધારણ કરે છે.
મંત્રની નિર્ગુણ, નિષ્કલ, સૂક્ષ્મ વગેરે અવસ્થાઓનો પ્રારંભ બિન્દુસ્થાનથી જ થાય છે.
તાત્ત્વિક-મંત્ર તો તેને જ કહેવામાં આવે છે કે જે વિમર્શ (અવિકલ્પક સંવિત્) સ્વરૂપ હોવાથી દેવતા સ્વરૂપ હોય અને તેમાં ઇષ્ટ દેવતા (પરમાત્મા) સાથે અભેદ સધાયો હોય.
મંત્રમય દેવતાને જ્યોતિરૂપ કહેવામાં આવે છે. મંત્રની શબ્દરૂપ (ઉચ્ચારણ કાળની માત્રારૂપ) જે હ્રસ્વ, દીર્ઘ અને પ્યુત અવસ્થાઓ છે તેનાથી ૫૨ એવી જ્યોતિ અવસ્થા છે. એ અવસ્થા પણ બિન્દુસ્થાન (આજ્ઞાચક્ર)માં જ પ્રાપ્ત થાય છે.
બિન્દુસ્થાનમાં મંત્રનો પ્રવેશ થતાં સાધકના રાગ-દ્વેષ ઓછા થઇ જાય છે, ચિત્ત-પ્રસાદ વધે છે અને મંત્રની જ્યોતિરૂપતા પ્રગટ થાય છે. તેથી મંત્ર એ દેવતાના સ્વરૂપને ધારણ કરે છે અને યોગ તથા ક્ષેમ કરનારો થાય છે.
‘અર્હ-અક્ષર-સ્તવ’માં બિન્દુની વિશાળતા દર્શાવતાં કહ્યું છે કે -
‘બિન્દુ પ્રાણીમાત્રના નાસાગ્ર ભાગ ઉપ૨ વિદ્યમાન હોય છે, તેમજ સર્વ વર્ણોના મસ્તક ઉપર પણ વ્યવસ્થિત રહે છે.’
ૐ હ્રીઁ, અર્દ આદિ મૂળમંત્રોમાં પણ હકારાદિ અક્ષરો ઉપર જળબિન્દુ સદેશ
૦ ૧૨૧
ધ્યાન વિચાર (સવિવેચન)