________________
બિન્દુ વર્તુળાકારે સ્થિતહોય છે. તે બિન્દુનું ધ્યાન યોગી પુરુષો કરતા હોય છે. સર્વ પ્રાણીઓને આ બિન્દુનું ધ્યાન, અનુક્રમે મોક્ષફળ આપનાર થાય છે.
મંત્રોચ્ચાર વખતે અનુસ્વાર -પ્લેનના ઉચ્ચારણ પછી જે અનંતર ધ્વનિ ઉત્પન્ન થાય છે તે ‘બિન્દુ’ કહેવાય છે. અર્થાત્ બિન્દુનું ઉચ્ચારણ રણકાર સ્વરૂપ છે. ‘મ્’ આદિ દ્યુત અક્ષરોના ઉચ્ચારણ પછી તેનો પ્રારંભ થાય છે.
નમ્રુત્યુર્ણ વગેરે સૂત્રોમાં વ્યવસ્થિત રીતે બિન્દુઓ રહેલાં છે તેથી આ સૂત્રો માત્ર વર્ણાત્મક-અક્ષર સમૂહરૂપ સમૂહરૂપ ન રહેતાં પરમ-શક્તિના વાહક મહામંત્ર અને
મહાસૂત્ર સ્વરૂપ બન્યાં છે.
બિન્દુની દૃષ્ટિએ નમસ્કાર-મહામંત્રનું મહત્ત્વ ‘અાિથુસં’માં
નમસ્કારમહામંત્રના પ્રથમ પાંચ પરમેષ્ઠી પદોના સોળ અક્ષરો કે તેમાંના કોઇ એક અક્ષરનું પણ બિન્દુ સહિત (ૐ ři fir આ ય ર ય ૩ વ ા ય માઁ હૂઁ) ધ્યાન કરવાથી, સાધકના લાખો ભવ અર્થાત્ જન્મ, મરણ ટળી જાય છે એમ જણાવ્યું છે, તે (ભાવથી) બિન્દુ-ધ્યાનના મહત્ત્વને સમજવામાં સહાયક થાય છે.
જે મંત્રનું આલેખન આપ્યંતર પરિકર (નાદ, બિન્દુ, કલા) સહિત કરવામાં આવે છે ત્યારે તે બીજાક્ષર ઉદ્દીપ્ત થાય છે અને ઇષ્ટ-ક્રિયાનું સાધક બને છે. બિન્દુ અને નાદના સંયોગ વિના મંત્ર માત્ર વર્ણનો સમૂહ જ બની રહે છે.
નમસ્કાર મહામંત્ર, લોગસ્સ, १. सर्वेषामपि सत्त्वानां नासाग्रोपरिसंस्थितम् ।
बिन्दुकं सर्ववर्णानां शिरसि सुव्यवस्थितम् ॥ हकारोपरि यो विन्दुर्वर्तुलो जलबिन्दुखत् ।
योगिभिश्चितितस्तस्थौ मोक्षदः सर्वदेहिनाम् ॥ - ‘ધર્મોપદેશમાલા-અર્દૂ-ક્ષર-તત્ત્વસ્તવ' હ્તો. ૧૮-૧૧
२. विज्जुव्व पज्जलंति सव्वेसु वि अक्खरेसु मत्ताओ । पंचनमुक्कारपए कि उवरिमा जाव ॥
ससिधवल सलिलनिम्मल आयारसहं च वणियं बिंदु । जोयणसयप्पमाणं जालासयसहस्स दिप्पंतं ॥
RF નું
અર્થ : પંચ-નમસ્કાર પદના સર્વ અક્ષરોમાં ( થર હૈં ૐ વં ઘણાં હૈં માં હૂઁ - એ સોળ અક્ષરોમાં) પણ દરેક અક્ષર પર રહેલી માત્રાઓ વીજળી જેવી જાજ્વલ્યમાન છે અને પ્રત્યેક અક્ષર ઉપર ચન્દ્રમા જેવું ઉજ્જવળ, જળ જેવું નિર્મળ, હજારો આકારવાળું વર્ણયુક્ત, સેંકડો યોજન પ્રમાણ, લાખો જ્વાળાઓથી દીપતું બિન્દુ છે.
सोलससु अक्खरेसुं इक्किक्कं अक्खरं जगुज्जोयं ।
-
भवसय सहस्समहणो जम्मि ठिओ पंचनवकारो ॥
અર્થ : સોળ અક્ષરોમાંનો એકે એક અક્ષર જગતને પ્રકાશ કરનારો છે અને જે (અક્ષરો)માં આ પંચનમસ્કાર સ્થિત છે. તે લાખો ભવ (જન્મ-મરણનો નાશ કરે છે.
'શામાં પુર્ણ' ગાથા ૨૫ થી ૨૭ નમસ્કાર-સ્વાધ્યાય, પ્રાકૃત વિભાગ અંતર્ગત (પૃષ્ઠ ૨૦૪)
ધ્યાન વિચાર (સવિવેચન) ૦ ૧૨૨