________________
વિવેચન : જ્યોતિનું ધ્યાન પણ અત્યંત મહત્ત્વપૂર્ણ રોમાંચક અને રહસ્યમય છે. જ્યોતિના સ્વરૂપનું જ્ઞાન થવાથી તેનાં ચિંતન અને ભાવનાના અભ્યાસી સાધકને આપમેળે તેનો અપૂર્વ સુખદ અનુભવ થાય છે.
દ્રવ્યજયોતિનું ધ્યાન પણ ચિત્ત શાંત બની જવાથી આત્માની સહજ ભાવજ્યોતિના ધ્યાનમાં આલંબનભૂત પ્રશાંત જ્યોતિ પ્રગટે છે અને અનાદિઅવિદ્યાનો અંધકાર નાશ પામે છે, મોહ વિલય પામે છે.
બને છે.
આત્મજ્યોતિ અને
આ હકીકતના સમર્થનમાં રાજર્ષિ પ્રસન્નચંદ્રનું દૃષ્ટાંત શાસ્ત્ર-પ્રસિદ્ધ છે. પહેલાં તેમણે સૂર્ય-સન્મુખ ષ્ટિ રાખીને દ્રવ્યધ્યાન કર્યું હતું અને તેના આલંબને ભાવજ્યોતિના ધ્યાનમાં એકાકાર થઇને ક્ષપકશ્રેણિ માંડી હતી.
ધ્યાનના અભ્યાસ વડે મન, આત્માદિ તત્ત્વના ચિંતનમાં સુલીન બને છે, ત્યારે ભૂત, ભાવિ અને વર્તમાનકાલીન બાહ્યવસ્તઓને જણાવનારો જે જ્ઞાન-પ્રકાશ સાધકના હૃદયમાં પ્રગટે છે તે ‘ભાવ જ્યોતિ' છે. આ ધ્યાન યોગીઓને અનુભવગમ્ય હોય છે.
આ સંદર્ભમાં પૂ. ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજ ફરમાવે છે કે -
નિરાલંબન કરવું. એમ વારંવાર અભ્યાસ કરવાથી નિરાલંબન ધ્યાન પિરપક્વ બની જશે. પછી કોઇ પણ એક પદાર્થનું આલંબન લઇ, બીજા બધા જ વિચારોવિકલ્પો છોડી દઇએ ત્યારે ઇંધન વિનાનાં અગ્નિની જેમ ચિત્ત શાંત બની જાય છે.
‘પ્રશસ્ત આલંબન ધ્યાનનો વારંવાર અભ્યાસ કર્યા પછી મનને ક્ષણવાર
અનુભવજ્ઞાન
શ્રુતજ્ઞાન અને શુભધ્યાનના સતત અભ્યાસથી તેના ફળરૂપે પ્રગટેલી આત્મજ્યોતિ, આત્માનો અનુભવ કરાવનારી હોવાથી ‘અનુભવ-જ્ઞાન’ સ્વરૂપ છે.
કહ્યું પણ છે - જ્ઞાનાવરણીયાદિ કર્મ અને શરીરાદિ નોકર્મજનિત ભાવોને વિષે સાક્ષીરૂપે પ્રવૃત્તિ કરનારો અજ્ઞાનથી અનાવૃત્ત ‘આત્મપ્રભુ’ આત્મ-જ્યોતિ વડે સ્વયં સ્ફુરાયમાન થાય છે અર્થાત્ પોતાની જ્ઞાન-જ્યોતિ વડે આત્મા સ્વયં પોતાનો અનુભવ કરે છે.૨ ‘ભગવતી-સૂત્ર’વગેરે ગ્રંથોમાં ચારિત્રસંપન્ન મુનિને ચારિત્રપર્યાયની વૃદ્ધિ સાથે તેજોલેશ્યા અર્થાત્
આગમ
૧. अध्यात्मसार; अनुभवस्वरूप, श्लो. १५ थी १९. २. परमज्योति पंचविंशिका
૩.
શતઃ ૧૪, ૩. ૧.
ધ્યાન વિચાર (સવિવેચન)
• ૧૧૪