________________
આપણા મનનું નિરીક્ષણ કરવાનું છે કે જેથી તેમાં રહેલા રાગાદિ દોષોના દાસ થઇને આપણે જીવીએ છીએ કે તેનો સમૂળ ઉચ્છેદ કરનારા જિનેશ્વર ભગવંતોના દાસ થઇને જીવીએ છીએ તેનો સ્પષ્ટ ખ્યાલ આપણને આવે.
આ ખ્યાલ આવ્યા પછી તરત એ
હકીકત ખ્યાલમાં આવે છે કે રાગાદિ દોષોને જીતવાનું કામ અત્યંત કઠિન છે.
આ ખ્યાલ જેમ જેમ સુદૃઢ બનતો જાય છે તેમ તેમ રાગાદિ દોષોને જીતવાના પ્રયત્નમાં કટિબદ્ધ સાધુ ભગવંતો પ્રત્યે અપૂર્વ પ્રમોદભાવ પેદા થાય જ.
આ ચાર ભાવના પ્રભાવે દોષ સેવતાં ઝાટકા લાગે છે અને સદ્ગુણ નિજ અંગભૂત બને છે.
‘થોડલો પણ ગુણ પર તણો, દેખી હર્ષ મન આણ રે...' અમૃતવેલની સજ્ઝાયની આ પંક્તિ ખૂબ જ માર્મિક છે. સંસારવર્તી સર્વ અપાયોનું ઉન્મૂલન કરવાની અમાપ શક્તિવાળી છે. તેનાથી ચિત્તને પુનઃ પુનઃ ભાવિત કરતા રહેવું તે પણ અપાચવિચય ધ્યાનનું એક અંગ છે. (૩) વિપાકવિચય ધ્યાન અને કરુણાભાવના : વિપાક એટલે પરિણામ, ફળ.
જગતના જીવોની દીનહીન અને દુઃખમય હાલત જોઇ કર્મનાં વિચિત્ર ફળોનો વિચાર કરવો, તેના પર ચિંતન કરવું તે વિપાકવિચય ધ્યાન કહેવાય છે.
આ વિચાર અને ચિંતન નિતાંત કરુણાજનક છે.
દવાખાનાના ખાટલા પર દુઃસહ્ય વ્યાધિથી રિબાતા તેમજ કણસતા દર્દીને જોઇને ગમે તેવા કઠોર હૃદયના માણસને પણ એક વાર તો કરુણા સ્પર્શી જાય છે; તો પછી વિવિધ પ્રકારનાં અશુભકર્મોના
ભાવ-રોગથી સતત પીડાતા તેમજ હાયવોય કરતા જીવોને જોઇને પથ્થર જેવા હૃદયવાળા માણસને પણ કરુણા ન સ્પર્શે તે કેમ મનાય ?
વિપાકવિચય ધ્યાનના અભ્યાસીને પોતાનું ધ્યાન માત્ર પોતાનાં જ કર્મનાં ફળ ઉપર રાખવાનું નથી, પણ કર્મગ્રસ્ત સર્વ જીવો ઉપર રાખવાનું છે. તેમ કરવાથી તે બધા જીવો ઉપર નિઃસીમ કરુણા વરસાવનારા જિનેશ્વર પરમાત્માની કરુણાને પાત્ર બનાય છે અને કરુણા જગાડનારા કર્મગ્રસ્ત જીવો પણ અપેક્ષાએ ઉપકારક પ્રતીત થાય છે.
પ્રમોદભાવનામાં ધ્યેય તરીકે ગુણાધિકત્વ હોય છે, તેમ કરુણાભાવનામાં દુઃખાધિકત્વ એ ધ્યેય છે.
જીવ માત્રને પોતાના દુઃખની કરુણા તો હોય જ છે, પણ તે આર્ત્તધ્યાન સ્વરૂપ છે. તે જ્યારે સર્વ જીવવિષયક બને છે ત્યારે ધર્મધ્યાન સ્વરૂપ બને છે.
આથી કરુણાભાવને પુષ્ટ કરનાર વિપાકવિચય ધ્યાન પણ ધ્યાનમાર્ગના
ધ્યાન વિચાર (સવિવેચન) ૦ ૯૩