________________
અભ્યાસી માટે ખૂબ જ આવશ્યક છે.
(૪) સંસ્થાનવિચય ધ્યાન અને માધ્યસ્થભાવના : સંસ્થાન વિચય ધર્મધ્યાનમાં સર્વ લોકનું સ્વરૂપ અને પદાર્થના ઉત્પાદ, વ્યય, ધ્રૌવ્ય આદિનું ચિંતન કરવાનું હોય છે. તેના દ્વારા સાધકને જડ-પુદ્ગલ પદાર્થો પ્રતિ અને જીવોના દોષો પ્રતિ માધ્યસ્થ ભાવ ઉત્પન્ન થાય છે. જેથી ચિત્તમાં તે જીવો પ્રતિ પણ મૈત્રીભાવ અખંડ રહે છે અને સમતાભાવની વૃદ્ધિ થાય છે.
ચોથી આ માધ્યસ્થ ભાવનામાં ધ્યેય તરીકે દોષાધિકત્વ હોવાથી, તેના દ્વારા જીવોના દોષો પ્રત્યે જ માધ્યસ્થભાવ કેળવવાનો હોય છે.
ઉપેક્ષાને પાત્ર દોષી નહિ પણ દોષો છે, પાપી નહિ પણ પાપ છે. જીવ માત્ર તો મૈત્રી આદિને જ પાત્ર છે.
કોઇ પણ જીવ તરફ ઉપેક્ષા કે દ્વેષવૃત્તિ દાખવવાથી મહામોહ-મિથ્યાત્વ કર્મનું સર્જન થાય છે.
જીવ માત્ર પ્રત્યે મૈત્રીપૂર્ણ દૃષ્ટિ ઊઘડતાં આ બધી ભાવનાઓ સુસાધ્ય બને છે.
પહોંચવાની યોગ્યતાવાળો બને છે.
આ રીતે આજ્ઞાવિચય આદિ ધર્મધ્યાનમાં જીવમૈત્રી આદિ ભાવોનું ધ્યાન પણ સમાયેલું છે.
આજ્ઞાવિચયાદિ ધર્મધ્યાનમાં મૈત્રી આદિ ભાવો સમાયેલા છે તે જ રીતે જિનેશ્વર પરમાત્માની પિંડસ્થ આદિ અવસ્થાઓના ચિંતનમાં પણ મૈત્રી આદિ ભાવો સમાયેલા છે.
એટલે જિનોક્ત કોઇ પણ વચનનું સમ્યક્ પ્રકારે ચિંતન કરનારને તે ભાવની સ્પર્શના થાય જ છે, જે ભવપરંપરાનાશક છે. • ધર્મધ્યાનની અનુપ્રેક્ષાઓ :
‘ઔપપાતિક’ સૂત્રમાં ધર્મધ્યાનની ચાર અનુપ્રેક્ષાઓ બતાવી છે : (૧) અનિત્યત્વ ભાવના, (૨) અશરણત્વ ભાવના, (૩) એકત્વ ભાવના અને (૪) સંસાર ભાવના.
ધર્મધ્યાનથી અત્યંત ભાવિત ચિત્તવાળા મુનિરાજ ધ્યાનના અંતે અને નવેસરથી ધ્યાનારૂઢ થતા પહેલાં ધ્યાનમાં સહાયક અને પ્રેરક અનિત્યાદિ જે ભાવનાઓનું ચિંતન કરે છે તે અનુપ્રેક્ષા તેમને ‘અ ં’ અને ‘મમ’ના દ્વન્દ્વથી સર્વથા પર રહેવાનું બળ પ્રદાન કરે છે. લેશ્યા :
આથી પ્રથમ આજ્ઞાવિચય ધર્મધ્યાન છે. આશાના અભ્યાસીને સર્વ જીવો સ્વતુલ્ય હોવાનું શાસ્ત્ર-સત્ય સ્પર્શે જ છે ‘લેશ્યા' શબ્દ ‘ત્તિ' ધાતુ ઉપરથી અને તે પછી તે આજ્ઞા પાળવામાં બન્યો છે. હ્રિશ્નો અર્થ છે ચોંટવું, પાવરધો બનીને ધર્મધ્યાનના શિખરે સંબદ્ધ થવું. અર્થાત્ જેના દ્વારા કર્મ
ધ્યાન વિચાર (સવિવેચન) • ૯૪