SearchBrowseAboutContactDonate
Page Preview
Page 76
Loading...
Download File
Download File
Page Text
________________ स्कन्दगुप्तना जुनागढना शिलालेख સમર્થ અને તે વૃદ્ધિ પામે ત્યારે યાગ્ય જનાને પ્રદાન(આપવા)માં શક્તિમાન ચે. સુજન સુરાષ્ટ્ર દેશનું રાજ્ય કરશે ? મારી પાસે છે; પદત્ત નામે એક જન આભાર ધારણ કરવા શક્તિમાન છે. (૫, ૯ ) ( અને તે આ પદત્ત ) સુરાષ્ટ્રોની ભૂમિ યાગ્ય રીતે રક્ષવા મનમાં ઘણા શતવિસથી અહેાાત્રિ આભ ચિન્તયન કર્યું હતું તે નૃપાધિપથી દબાણુથી અને કષ્ટથી નીમાયે હતા (અને) વરૂણને પશ્ચિમમાં મૂકી જેમ દેવા સુખી થયા અને મન સ્વસ્થ થયું તેમ પશ્ચિમના દેશમાં પણદત્તને નીમ્યા ત્યારે આ નૃપ હ્રદયમાં સુખી થયા. : ( પં. ૧૦ ) તેના પુત્ર જે પિતૃભાવસમ્પન્ન અને તેના બીજા દેતુ સમાન હતા, જે નિગ્રહથી કેળવાએલે હતા, જે સર્વાત્માથી પેાતાનાજ દેતુ જેમ રક્ષવા ચાગ્ય હતા, જે સદા આત્મશ્રદ્ધાવાળા હતા, જે નૈસર્ગિક ક્રાન્તિમાન રૂપસમ્પન્ન હતા, જે તેના રૂપ પ્રમાણે લલિત કૃત્યથી નિત્ય આનન્દ સમ્પન્ન સર્વ ભાવવાળા હતા, જે પૂર્ણ વિકસેલાં કમળની શૈય્યા સમાન વદન કમળ વાળા હતા, જે શરણાગતના આશ્રય હતેા, જે પૃથ્વીપર ચક્રપાલિત નામથી વિખ્યાત થયેા હતેા, જે પ્રજાના પ્રિય હતા, તે નિજ ઉમદા અને સંસ્કૃતિવાળા ગુણા વડે પિતાને યશ આપે છે. (૫, ૧૧ ) જેનામાં ધૈર્ય, પ્રભુત્વ, વિનય, નય, અને પરાક્રમની અતિ ઉંચી તુલના રહિત શૌર્ય, છૂટા (?) સ્વનિગ્રહ, ઉદારતા, વિશાળ મન, દાક્ષિણ્ય, ઋણુ અને ઉપકારમાંથી મુક્તિ અને મગજની શૂન્યતામાંથી મુક્તિ, સૈાન્દર્ય, ખરામ ચીને તરફ તિરસ્કાર, વિસ્મયતાથી મુક્ત, સ્થિરતા અને ઉદારતા, આ સર્વ ગુણા નિત્ય સતત નિવાસ કરે છે. અખિલ જગમાં પણ તેના ગુ@ાની તુલના થાય તેવા ગુણવાળા કેાઈ અન્ય જન નથી; ખરેખર તે પૂર્ણપણે શુળી જનાની ઉપમારૂપ બન્યા છે, *** ( પં. ૧૨ ) અને જાતે જ તેનામાં ઉપર જણાવેલા ગુણાનું તેમ જ તે કરતાં ઉચ્ચ ગુણુના અસ્તિત્વની પરીક્ષા કરી તેના પિતાએ તેને નીચે હતા, અને તેણે આ નગરનું રક્ષણુ એવી રીતે કર્યું કે તે નિજ પૂર્વજો કરતાં અધિક બન્યા. અન્યના મદ ઉપર નહૂિ પણ ઉત્તમ ભુજના પ્રતાપ ઉપર શ્રદ્ધા રાખીને તેણે કેઇને આ નગરમાં કંઈ ચિન્તા કરી નહિ અને દુષ્ટ જનેતે ઘણ્ડ કર્યા. આ કલિયુગમાં પણુ નગરવાસી સહિત જનેમાં વિશ્વાસ ટકાવી રાખવામાં નિષ્ફળ થયા નહિ અને સમ્ભાળ પૂર્વક દોષની તપાસ કરી બાળક . સહિત સર્વ નગરવાસીઓને નવાઈ પમાડી. અને તેણે સ્મિતભર્યા વાતૌલાપથી, માન, દાન, અન્યાઅન્યના ગૃહમાં છૂટતી પ્રવેશ કરી અને પ્રેમની કુળ રીતિઓનું સંભાળથી પાલન કરી પ્રજાને સુખી કરી, પરમ ધર્મ સંપન્ન, સ્નેહાળ, શુદ્ધ, અને ચેાગ્ય રીતે દાનપરાયણ તેવા તેણે ધર્મ અને અર્થના કંઇ પણ વિરોધ વિના ચેગ્ય સમયે પ્રાપ્ત થાય તેવા વિષય ( આનન્દ ) ભાગવ્યા, પર્ણદત્તમાંથી જન્મેલા તે આવા ઉચિત આચારવાળે છે તેમાં શી નવાઈ છે ? મૌક્તિકમાળા કે કુમુદસમાન શીતલ ઇન્દુમાંથી ઉષ્ણુતા કદી પ્રગટે ખરી ? (ચં. ૧૫) પછી ક્રમે ગરમીની ઋતુ ( ઉનાળા ) ને વાદળાંથી ભેદી નાંખનાર વર્ષો ઋતુ આવી જ્યારે દ્વીધે કાળ સુધી સતત અતિ જળવૃષ્ટિ થઈ, જેથી સુદર્શન સરવર ગુપ્ત ગણુના અનુસાર સં. ૧૭૬ પ્રૌણપત (માસ )ની ૬ દિને રાત્રે એકાએક ફાયું. અને આ અન્ય નદીએ જે રૈવતક પર્વતમાંથી નીકળે છે, અને આ પલાશિની પણ જે તેના રેતાળ વિસ્તારથી રમ્ય છે તે સર્વ સમુદ્રની કાન્તાએ દીર્ઘ કાળ બન્ધનમાં રહી હતી તે શાનુસાર પુનઃ તેમના પતિ ( સાગર) પાસે ગઈ, અને અતિ વૃષ્ટિથી થએલું મહાન આશ્ચર્ય નિરખી મહાન સાગરની પ્રિયાએને વાળી લેવા યત ગિરિએ તેના તીરે ઉગતાં અનેક પુષ્પથી અલંકાતિ પલાશની નદી રૂપે કર લંબાવ્યે.. 14 "Aho Shrut Gyanam"
SR No.008961
Book TitleGujratna Aetihasik Lekho Part 1
Original Sutra AuthorN/A
AuthorGirjashankar Vallabh Acharya
PublisherFarbas Gujarati Sabha
Publication Year1933
Total Pages406
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy