________________
गुजरातना ऐतिहासिक लेख
આપેલી ભૂમિ વર્જ કરી, ભૂમિછિદ્રના ન્યાયથી, ચંદ્ર, સૂરજ, સાગર, પૃથ્વી, નદીઓ અને પર્વતેના અસ્તિત્વ કાળ સુધી પુત્ર, પૌત્ર, અને વંશજોના યોગ્ય ઉપગ માટે પાણીના અર્થથી મેં આપ્યું છે. આથી તે ધર્મદાન અનુસાર ઉપભેગ કરે, ખેતી કરે, કે ખેતી કરાવે, અથવા અન્યને
પે, તે કેઈએ તેને પ્રતિબંધ કરવો નહીં. અમારા વંશના કે અન્ય ભાવિ નૃપે ઐશ્વર્ય ચંચળ છે, વિત અસ્થિર છે, અને ભૂમિદાનનું ફળ સર્વને સામાન્ય છે એમ માનીને આ અમારા ધમેદાનને અનુમતિ આપવી. કહ્યું છે કે સગર આદિ ઘણા તૃપિએ પૃથ્વીને ઉપભેગ કર્યો છે પણ જે સમયે જે ભૂમિપતિ હોય તેને તે સમયનું ફળ છે. આગેલા અન્ન અને તેથી નિમય (માલ વિનાનું, પુનઃ હરી લેવા જેવું નહિ તે) સમાન દાનમાં આપેલું ધન કયે સુજન દારિદ્રથી પીડાઈ પુનઃ લઈ લેશે ? ભૂમિનું ધર્મદાન કરનાર ૬૦,૦૦૦ વર્ષ સ્વર્ગમાં વસે છે. પણ તે હરી લે કે હરી લેવા દે છે તે તેટલાં જ વર્ષ નર્કમાં વાસ કરે છે. આમાં દતક રાજપુત્ર પર ગ્રહ છે. આ દિવિરપતિ શ્રોહરધન, સેનાપતિ બપ-ભેજિકના પુત્રથી લખાયું છે. સં. ૩૭૫ જેષ વદિ. ૫. આ મારા સ્વહસ્ત છે.
"Aho Shrut Gyanam"