________________
१८२
गुजरातना ऐतिहासिक लेख અતિ આનન્દી પ્રકૃતિને હતો, જેની અકૃત્રિમ નમ્રતા અને વિનય તેના ભૂષણ હતાં, જેણે અનેક રણક્ષેત્રમાં વિજયદેવજ ધારનાર પ્રબળ અને વિશાળ કરી નિજ સર્વ શત્રઓના મદને નાશ કર્યો હતો, અને જેની આજ્ઞાનો નિજ ધનુષ્યના બળથી પરાજય કરેલી શસ્ત્રકળાવાળા અખિલ નૃપમંડળથી સ્વીકાર થતો, તે પરમ માહેશ્વર શ્રી ધરસેન હતે. હેને અનુજ અને તેને પાદાનુધ્યાત જે સત્કમાં પૂર્વના સર્વ નૃપ કરતાં અધિક હતા, જે અતિ કઠણ કાર્યો પૂર્ણ કરતા, જે પરાક્રમના સાક્ષાત મનુષ્યરૂપે હતા, જેની પ્રજા તે પિતે મનુ હેય તેમ તેના મહાનું ગુણેના પ્રેમથી પર્ણ હદયથી તેને માન આપતી, જે કલંકરહિત, પૂર્ણ, ઉજજવળ અને અન્યને અનન્દ આપનાર સાક્ષાત્ શશિસમાન હતું, જે (તેના મહાન પ્રતાપના) ઉજજવળ તેજથી સર્વ દિશા ભરી તિમિર હણનાર અને નિત્ય પ્રકાશ સૂર્ય હતા, જે અર્થપ્રાપ્તિ, અનેક પ્ર
જનની વૃદ્ધિમાં અને ઉન્નતિની વૃદ્ધિ અર્થ નિજ પ્રામાં વિશ્વાસ ઉત્પન્ન કરતે, સમાસ વિગ્રહ અને સંધિનાં કાર્યોના નિશ્ચયમાં નિપુણ [ સંધિ અથવા સ્વરશાસ્ત્રના નિયમમાં-સમાસ છૂટે કરવામાં અને સમાસમાં નિપુણ ] ગ્ય સ્થાને આદેશ કરતે, [ મૂળ સ્થાનમાં આદેશ કરનાર અને સાધુઓને નીચા સ્થાનથી સંસ્કાર કરી માન આપતા [ ગુણ અને વૃદ્ધિના ફેરફારથી શબ્દોને સાચું રૂપ આપતા , અને શાલાતુરીયની કળામાં નિપુણ હતા તે પરમ માહેશ્વર ધ્રુવસેન હતા. તે અતિ વિકમસંપન્ન હતા, છતાં દવાથી મૃદુ હૃદયવાળે હતે, વિદ્વાનું હતું છતાં મદરહિત હતું, તે વલ્લભ હતા, છતાં તેની વાસનાઓ વશ હતી, નિય માયાળુ હતો છતાં દોષીને તે તજી દે તેણે તેના ઉદય સમયે જનેમાં પ્રકટેલા અને ભૂમિમાં પ્રસરેલા અનુરાગથી તેનું બાલાદિત્ય( ઉષાના સૂર્ય)નું બીજું નામ સત્ય કર્યું. તેને પુત્ર, તેના પિતાના ચરણુકમળને પ્રણામ કરતાં ભૂમિ પર ઘર્ષણથી થએલા ચિન્હરૂપી ઈદુકલા લલાટ પર ધારનાર, જેની મહાન વિદ્યા હૈના રમ્ય કર્ણ પર બાળપણુમાં ધારેલાં મૌક્તિક અલંકારસમાન શદ્ધ છે, જેનાં કરકમળ દાન [ આપતાં રેડેલા ] જળથી સદા ધોવાતા, જેને આનન્દ કન્યાના કરના મૃદુગ્રહણુસમાન મૃદુ કરગ્રહ ઉજત થતું, જેણે ધનુર્વેદ માફક પિતાના ધનુષ્યથી જગતમાં સર્વ લક્ષિત વસ્તુઓ કરી છે, જેની આજ્ઞાનું પાલન સર્વ નમન કરતા નૃપના મંડળથી શિર પર ધારેલા રનો માઢ થતું, તે નિજ પિતાને પાદાનુધ્યાત, પરમ માહેશ્વર, પરમભટ્ટારક મહ• રાજાધિરાજ, પરમેશ્વર અને ચકવતી શ્રી ધરસેન હતું. તે કુશળ હાલતમાં આ શાસનની સાથે સંબંધવાળા સર્વને શાસન કરે છે –
તેમને જાહેર થાઓ કે મારા માતા પિતાના પુણ્યની વૃદ્ધિઅર્થે ધરપકની દક્ષિણમાં પ પાદાવર્તનું એક ક્ષેત્ર, કિwટાપુત્ર વિષ્ણુ, સુરાષ્ટ્રમાં કાલાપક પથમાં એક ગામ બ્રાહ્મણ ગુહહના પુત્ર, કિક્કીપુત્રમાં વસતા, પૂર્વ સિંહપુરના, સિંહપુરના ચાર વેદ જાણુતા દ્વિજેમાં માન પામેલા, ભારદ્વાજ ગોત્રના અને છગ સબ્રહ્મચારી બ્રાહ્મણ અજુનને આપ્યું છે. ક્ષેત્રની સીમા–પૂર્વે વિહુ કેવાપી, દક્ષિણે વજુકસક ક્ષેત્ર; પશ્ચિમે કુટુંમ્બિ વિન્ડલસઋકક્ષેત્ર, ઉત્તરે બ્રાહણ ષષ્ટિ ભવસલ્કનું ક્ષેત્ર અને વળી બ્રાહ્મણ ગુઢયના પુત્ર, કિકકટાપુત્રમાં વસતા, પૂર્વ સિંહપુરના સિંહપુરના ચાર વેદ જાણતા બ્રિજેથી માન પામેલા, ભારદ્વાજ ગોત્રના, છન્દોગ સબ્રહ્મચારી બ્રહાણ મનુ રવામિનને, સુરાષ્ટ્રમાં કલપ ... ... ... . માં, કિકક ... . ગામની પશ્ચિમ હદપર ૧૬ ( સોળ ) પાદાવને એક વાપી. જેની સીમા:- પૂર્વ ચત્રસત્કક વાપી, દક્ષિણે અને પશ્ચિમે કુટુંમ્બિ ચન્દ્રસહક ક્ષેત્ર અને ઉત્તરે મહક • • • ક્ષેત્રો તથા વર્કરાપદ્રક ગામની પશ્ચિમ હદપર કિકકટાપુત્ર વિષય, ૨૮ પદાવર્તનું ક્ષેત્ર જેની સીમા-... ... ... , તથા ૧૪ પદાવર્તનું એક ક્ષેત્ર જેની સીમાં- .. . . . ... , તથા ૬ પત્તક જેની સીમા-પૂર્વ ... » દક્ષિણે , એ, પશ્ચિમે ... .., અને ઉત્તરે પટાનક ગામની હદપર
"Aho Shrut Gyanam"