________________
નં. ૪૫ ધરસેન ૨ જાનાં તામ્રપત્રો
સંવત ૧૯ ચૈત્ર વદિ ૨ હાલમાં પ્રસિદ્ધ થયેલાં વલબાનાં ત્રણુ દાનપત્રમાં પ્રથમ દાનપત્ર વલભીનાં ખંડેરોમાંથી જૂની છટા ખેદતાં કેળીએાને મળ્યું હતું. મને તે ૧૮૭૫ ન જાનેવારીમાં મળ્યું હતું.
ધરસેન ૨ જાનું દાનપત્ર ૯ ઇચx૧૪ ઇંચનાં બે પતરાંઓ ઉપર લખેલું છે. મુદ્રા સાથેની કડીઓ અર્ધ બળથી તેડેલી અને અધ કાપેલી છે, તેથી ડાબી બાજુની કડીની આસપાસમાં પહેલા પતરાના નીચેના ભાગમાં અને બીજાના ઉપરના ભાગમાં, અર્ધ ગોળ પતરાંના કકડાઓ નાશ પામ્યા છે. આ અકસ્માતને લીધે બીજા પતરાની પહેલી પંક્તિઓના કેટલાક અક્ષર બહુ ઝાંખા અને અસ્પષ્ટ છે, જે એક મહદર્શક કાચથી જોઈ શકાય છે. બીજા પતરાને જમણી બાજુએ નીચેને એક કકડે પણ નાશ પામ્યો છે. મને મળ્યાં ત્યારે બન્ને પતરાં પર રેતી તથા કાટ લાગેલાં હતાં, અને ચૂનાના પાણીમાં ઘણો સમય રાખવાથી તે સાફ થયાં. તેમ છતાં પહેલું પતરું સહેલાઈથી વાંચી શકાય તેવું નથી, અને ફોટોગ્રાફ લેવા માટે પણ નકામું છે. બીજાને ફેટેગ્રાફ સારે આવે છે.
પતરાં પરના અક્ષરે ગુહસેનની જેમ ગળાકારના અને પાતળા છે. દાનપત્રની તારીખ એક “વિજયી છાવણી માંથી નાંખેલી છે. ગામનું નામ ખરાબ થઈ ગયું હોવાથી તે સ્થળ નક્કી થઈ શકાતું નથી. નામની શરૂવાત ભદ્રપાઠુથી થાય છે.
વંશાવળીમાં નિયમ પ્રમાણે ભટારકથી ગુહસેનને પત્ર પાસેના સુધીના રાજક્તાઓની ચાદી આપ્યું છે.
વલભીમાં આવેલે, આચાર્ય ભદંત સ્થિરમતિએ બંધાવેલા શ્રીપાદન મઠ દાનમાં આપે છે. હું ધારું છું કે, આ વિહાર હિવેનસાંગે "અહત ” “ ઓથેલે” ને કહે છે તે જ છે. તેમાં શંકા નથી. તેણે આ મડ વિરે આ પ્રમાણે કહ્યું છે –
- શહેર( વલભી થી છેડે દૂર પ્રાચીન સમયમાં અહંત એલો એ બંધાવેલા એક મઠ છેઃ ગુણમતિ અને સ્થિરમતિ નામના બાદ્ધિસોએ આજ સ્થળે પિતાને નિવાસ રાખ્યા હતા. અને તેમણે પ્રખ્યાત થયેલા કેટલાક ગ્રંથ પણ અહિ જ લખ્યા હતા.
આપણા લેખને તથા હિવેનસાંગે લખેલ સ્થિરમતિ વસુબંધુને સુવિખ્યાત શિષ્ય હતે. અને તેણે પોતાના ગુરૂના લેખેની ટીકા લખી હતી એ નિર્વિવાદ છે.
દાનમાં છે ગામે આપેલાં છે–એક હસ્તવમ-ખાહરણમાં મહેશ્વરદાસેનક અને બીન્ન ધારાકેઠ સ્થલીમાં દેવભદ્રિપલ્લિકા, ધ્રુવસેન ૧ લાના સંવત ૨૦૭ ના પતરાંમાં “હુર્તવમ” “દુસ્તકવપ્ર તરીકે આપેલું છે. અને તે હાલના હાથબ તરીકે ઓળખાવેલું છે. કર્નલ ચુલે ત્યાર બાદ, હાથબને ગ્રીક અટપ્રોત માનેલું છે. મહેશ્વરદાસેનક કદાચ હાથબની નૈરૂથમાં આવેલું મહાદેવપુર હાય, ધરસેનના દાનમાં રાખતા એ પાઠ એ આપેલ છે, અને તેથી મારે સુધારે પ્રબ અને “આહરણ” એ કઈ પ્રદેશને ભાગ બતાવે છે, એ મતને પુષ્ટિ મળે છે,
ઈ.
એ. વ. ૬ ૫-૯
છે.
મ્યુ
.
"Aho Shrut Gyanam"