________________
નિટ ૪૦
ઘરસેન ૨ જાનાં ભાડવામાંથી મળેલાં તામ્રપત્ર
ગુખ સંવત્ ૨પર વૈશાખ વદ ૧૫ (અમાવાસ્યા)
આ બે પતરાઓ ર૭ વર્ષ પહેલાં કાઠિઆવાડના હાલાર પ્રાંતમાં રાજકેટથી અગ્નિકેશુમાં ૧૫ માઈલ ઉપર પડવા નામના મેટા ગામડાંમાંથી મળ્યાં હતાં. તે રાજકોટના વેટન મ્યુઝીયમમાં રાખવામાં આવ્યાં છે.
આ બે પતરાંઓ વલભીની સામાન્ય મુદ્રા વડે જોડેલાં છે, અને તે મુદ્દા પહેલાં પતરાંના નીચેના ભાગમાં એક કાણામાંથી બીજા પતરાના ઉપરના એક કાણામાં પસાર કરેલી છે. બન્ને પતરાંની જમણી બાજુનાં બે કાણુઓમાંથી પસાર કરેલી કડી ખોવાઈ ગઈ છે.
પતરાંએ એક બાજુ લખેલાં અને ઉત્તમ સુરક્ષિત સ્થિતિમાં છે. તેનું દરેકનું માપ ૧૦૮” છે. લખાણુના રક્ષણ માટે ચારે હાંસીયાના કાંઠાઓ વાળી દીધેલા છે. દરેક પતરાપર ૧૬ પંક્તિઓ લખેલી છે. બધા અક્ષરે તદ્દન સીધી લીટીમાં સુંદર અને ચકૂખા કેરેલા હોઈ દરેક સહેલાઈથી વાંચી શકાય છે. દરેક અક્ષર આશરે પાળો અને ” ઉચે છે. પતરાંઓ પૂરા 3 જાડાં હોવાથી અક્ષરે ઉંડા કોતરેલા છતાં પાછળ દેખાતા નથી.
આ દાનપત્ર વલભીમાંથી પરમ માહેશ્વર સામંત મહારાજ શ્રી ધરસેન(૨)એ જાહેર કરેલું છે. અને તે જ રાજાનાં બીજા પાંચ દાનપત્રોનાં વર્ષ તથા તિથિએ, એટલે વૈશાખ (ફલ) ૧૫ સંવત્ ૨પર, આપેલું છે. પ્રશંસાવાળી પ્રસ્તાવના તથા દરેક રાજાનું વર્ણન પણ ધરસેન ૨ જાનાં પ્રસિદ્ધ થયેલાં બીજું સર્વ દાનપત્રો પ્રમાણે જ છે. પરંતુ તેના પૂર્વે ગુહસેને છોડી દીધેલ “સામંત 'ને ઈલ્કાબ ધ્રુવસેન ૧લાની માફક તે પણ ધારણ કરે છે. તેના દાદાનું નામ ધરપડ લખ્યું છે, જ્યારે એક વધારાના અપવાદ સિવાય, તેના બીજા દાનપત્રોમાં ધરપટ્ટ અથવા ધરપઠું લખેલું છે.
દાન લેનાર આનર્તપુરના રહીશ, અથર્વવેદના વિદ્યાર્થી, કૌશ્રવણ શેત્રના રૂદ્રાશને રૂદ્રગેપ નામને બ્રાહ્મણ છે. આ બ્રાહ્મણનું શેત્ર વિચિત્ર છે. આ ગાત્રવાળા બ્રાહ્મણું મારી જાણવામાં નથી.
દાનમાં આપેલી વસ્તુ, આંબરે સ્થલી( પ્રદેશ પ્રાપીય)માં આવેલું ગામ ઈષિકાનક શ, પરિશર, વિગેરે સાધારણ હક્કો સહિત છે.
દાન આપવાને ઉદ્દેશ બ્રાહ્મણને અપાતી દરેક દક્ષિણના હેતુ મુજબ, પાંચ ય કરાવવાનું છે,
દાનપત્રમાં સંબોધન કરાએલા અધિકારીઓમાં અવેલેકિક અને દશાપરાધિક નામના બે છે, જે અત્યાર સુધીમાં મળી આવેલાં તે વંશના કોઈપણ દાનપત્રમાં જોવામાં આવ્યાં નથી. પહેલા શબ્દનો અર્થ સમજાતું નથી. તેનો અર્થ કદાચ, જમીન મહેસુલ માટે ગામડાના લોકોની જમીન ઉપર દેખરેખ રાખનાર અમલદાર એ હોય. દશાપરાધિક અર્થ ધણું કરીને ગામની
# એ ભ, ઈ.
. ૪ પા. ૭૩-૩૭ ડી. બી, દિરકલાકર
"Aho Shrut Gyanam"