________________
૧૫. પૃથ્વી : પાણી ઃ અગ્નિ ઃ વાયુમાં ચેતન્ય
જિનાગમોમાં તો પહેલેથી જ વનસ્પતિના મૈથુન-વિકારની વાતો કહેવાઈ ચૂકી છે. અશોક, બકુલ, ફણસ વગેરે વૃક્ષો અલંકારવાળી નવયૌવના સ્ત્રીના પગના પ્રહારથી, તેના મુખે ચવાયેલા પાનનો કોગળો નાખવાથી, તેના સસ્નેહ આલિંગનથી સ્પર્શમુખને ભોગવીને તત્કાળ ફળ આપે છે એમ કહેવામાં આવ્યું છે. આજે તો ઉપરની દષ્ટાન્નોથી વનસ્પતિની વિષયવાસના સારી રીતે સિદ્ધ થઈ જાય છે. પરિગ્રહ સંજ્ઞા :
(૧૯) શ્વેતાર્ક કે આંકડો લોભવશ થઈને પોતાના મૂળથી ધનને ઢાંકી રાખે છે.
જિનાગમોમાં આવા પ્રકારની મૂચ્છના વનસ્પતિજીવોના અનેક પ્રસંગો આવે છે.
આમ જિનાગમોમાં કહેલું વનસ્પતિનું જીવત્વનું અને વનસ્પતિમાં આહાર વગેરે સંજ્ઞાઓનું વિધાન સર્વથા સત્ય ઠરે છે, એમ વૈજ્ઞાનિક દષ્ટિબિંદુથી પણ હવે તો સિદ્ધ થાય છે અને તેથી જ કોઈપણ જાતની પ્રયોગશાળા વિના કોઈપણ જાતની સંશોધનવૃત્તિ વિનાના હોવા છતાં જો ભગવાન જિન આવાં પૂર્ણ સત્યને કહી ગયા તો અવશ્ય તેઓ સર્વજ્ઞ હતા એમ માનવું જ પડશે.
એમનાં સર્વજ્ઞત્વની તો શી વાત કરવી ? ૧૨ વર્ષ સુધી જેમણે ઘોર સાધના જ કરી છે, કોઈપણ જીવને કદી પણ તપાસ્યો નથી છતાં ૧૨ વર્ષની સાધના પૂર્ણ થયા બાદ તેમણે ક્યા જીવને કેટલી ઈન્દ્રિય હોય તેનું આખું વર્ગીકરણ રજૂ કરી દીધું છે.
પૃથ્વી : એક ઇંદ્રિયવાળા જીવમાં જેમ તેઓએ વનસ્પતિને ગણાવી છે તેમ બીજી ચાર વસ્તુઓ પણ ગણાવી છે. તેમનાં નામ છે : પુથ્વી, પાણી, અગ્નિ અને વાયુ. આ ચારેયમાં તેઓ જીવત્વ માને છે. જયારે તેમને શસ્ત્ર વગેરેનો આધાત લાગે, અગ્નિ વગેરેનો વિશિષ્ટ સંયોગ થાય, ત્યારે જ તેમનામાંથી જીવત્વનો નાશ થાય છે. હવે તો એક બંગાળી શોધકે પૃથ્વીમાં એને પૂર્વોક્ત વનસ્પતિમાં પણ જીવત્વની માન્યતા વ્યક્ત કરી છે.
ફોરનેટ નામના મેગેઝીનમાં એક લેખ આવ્યો છે, જેનું મથાળું ‘Mountain that grows' છે. તેમાં પણ પૃથ્વી વધે છે એવું સિદ્ધ કરવામાં આવ્યું છે. જેમાં જીવતુ હોય તે જ વધી શકે એવી જિનાગમોમાં નિઃશંક માન્યતા છે.
પાણી : પાણીના પ્રત્યેક બિંદુમાં અસંખ્ય જીવો છે એ માન્યતા પણ જિનાગમોમાં બહુ સ્પષ્ટ શબ્દોમાં રજૂ કરવામાં આવી છે. પાણીને ‘અપકાય' કહેવામાં આવેલ છે. આ શબ્દથી જ પાણીમાં જીવત્વ સિદ્ધ થઈ જાય છે. અમુકાય એટલે પાણી (અપુ=પાણી) જ કાયા છે તેવા જીવોને અપૂકાય કહેવામાં આવે છે. બિરલા ટેકનોલોજિકલ એન્ડ ઈનૃસ્ટ્રિઅલ એકઝીબિશન, કલકત્તામાં કિસ્કો ગ્રાફ યંત્રની મદદથી પાણીનાં એક ટીંપામાં જે ૩૬, ૪પ૦ હાલતા જીવો દેખાડાય છે તે પાણીનાં જીવો નથી પરંતુ પાણીમાં રહી શકતા બે ઈન્દ્રિયવાળા જીવો છે. આથી એ જીવોને પાણીરૂપી શરીરના જીવો ન કહેવાય.
અગ્નિ : એજ રીતે અગ્નિમાં પણ જીવ છે. કેમકે જે જીવ હોય તેને જ ભક્ષ જોઈએ. અગ્નિનો ખોરાક લાકડાં વગેરે છે અને પોતાના તે ભક્ષની પ્રાપ્તિથી અગ્નિ વધુ મોટો થાય છે, પુષ્ટ થાય છે.
વાયુ : વાયુમાં પણ જિનાગમો જીવ માને છે. જીવ હોવાથી જ તે કોઈની પ્રેરણા વિના તીરછા પણ જઈ શકે છે. નિર્જીવમાં આ રીતે સ્વયં તીરછા જવાની તાકાત હોતી નથી.
gaઈ શી શી થી 9 થી શigs Jigaઈ ૧૭૨
ઈing pingal give ગાઈ થી Bipigaઈ શigiળી ગઈit Singing
વનસ્પતિના જીર્વા અને સંજ્ઞાઓ.
૧૭૧
Di in hindi વિજ્ઞાન અને ધર્મ