________________
૧૬. બે-ત્રણ-ચાર ઈન્દ્રિયવાળા જીવો
ખંડ-૩
જડ વિજ્ઞાન
પાંચ પ્રકારનાં એક ઈન્દ્રિયવાળા જીવોની વાત કરી. હવે બે, ત્રણ, ચાર અને પાંચ ઈન્દ્રિયવાળા જીવોનું જે અદ્ભુત વિભાગીકરણ કર્યું છે તેને સંક્ષેપમાં જોઈએ. બે ઈન્દ્રિય (સ્પર્શ-રસન)વાળા જીવો:
શંખ, કોડા, પેટમાં થતા કૃમિ, જળો (ખરાબ લોહી પીતી), અળસિયાં, લાળિયા જીવ (વાસી અન્નમાં ઉત્પન્ન થતાં), મેહરિ (લાકડામાં થતાં કીડા), પોરા (પાણીમાં થતાં), ચૂડેલ, છીપ વગેરે. ત્રણ ઈન્દ્રિય (સ્પર્શ-રસન-ધ્રાણ)વાળા જીવો :
કાનખજૂરા, માંકડ, જૂ, કીડી, ઊધઈ, મંકોડા, ઈયળ, ઘીમેલ (ખરાબ ઘીમાં થતા કીડા), સવા (વાળના મૂળમાં થતા જીવો) , વિષ્ઠા અને છાણના કીડા, ધનેરા, કુંથુઆ, ચાંચડ વગેરે. ચાર ઈન્દ્રિય (સ્પર્શ-રસન-ધ્રાણ-ચક્ષુ)વાળા જીવો :
વીંછી, બગાઈ, ભમરા, તીડ, માખી, ડાંસ, મચ્છર, કંસારી, કરોળિયો, પતંગિયા વગેરે. પાંચ ઈન્દ્રિય (સ્પર્શ-રસન-ધ્રાણ-ચક્ષુ-શ્રોત્ર)વાળા જીવો :
દૈવ, મનુષ્ય, તિર્યંચ (કૂતરા, બિલાડાં, સાપ વગેરે) અને નારક.
‘માંકડને કેટલી ઈન્દ્રિય છે ? લાવ જરા માંકડને પકડી સૂક્ષ્મદર્શક યંત્રમાં મૂકીને જોઈ લઉં,’ આવો જેમને વિચાર ન હતો, આવી જેમની કોઈ પ્રક્રિયા ન હતી, કશું જ ન હતું, છતાં માંકડને ત્રણ ઈન્દ્રિય, ભમરાને ચાર ઈન્દ્રિય વગેરે વાતો જેમણે કરી તે શી રીતે કરી ? અંતર પુકારી ઊઠે છે કે, જરૂર એ સર્વજ્ઞ જ હોવા જોઈએ, આવું સર્વાગીણ સત્ય પુકારનાર ભગવાન જિનને વૈજ્ઞાનિકોનું માથું ફરી એકવાર કેમ ઝૂકી ન જાય !
વિભાગ પહેલો ત્રણ અસ્તિકાય અને કાળ
બે-ત્રણ-ચાર ઈન્દ્રિયવાળા જીવો
૧૭૩
૧૭૪
વિજ્ઞાન અને ધર્મ