________________
(૯) ડાઈવાનિયાનિયા : આ વનસ્પતિ પણ ઉપર પ્રમાણે જ હિંસક છે. તેના વાળને જંતુ અડે કે તરત જ પાંદડા બિડાઈ જાય છે અને જંતુને જોરથી દાબી દઈને મારી નાંખે છે. તે પછી ૩૮ કલાકથી માંડીને ૮-૧૦ દિવસમાં ગમે ત્યારે ઊઘડે છે. અમેરિકન પ્રકૃતિતત્ત્વવિહુ ટ્રિટ કહે છે કે આવી ક્રિયા ત્રણવાર થયા બાદ આ પાંદડાં થાકી જાય છે.
(૧૦) પીંગીકુલા : આ વનસ્પતિનાં પાંદડાં ઉપર કોરા ગ્રંથિવાળા કાંટા હોય છે. તેમાં જીવે ચોંટી જતાં પાંદડાં બંધ થઈ જાય છે અને જંતુને પચાવીને પોતાની જાતિને પોષણ આપે છે.
(૧૧) ભેરી : આ વનસ્પતિ ઉત્તર અમેરિકામાં થાય છે, તેનાં ઘણાં પાંદડાં ભેગા થઈ જવાથી તેનો ઢાંકણવાળો દેખાવ બને છે. તેનું ઢાંકણ નિયત કાળે ઊઘડે છે અને બંધ થાય છે. તે ઊઘડતાં કીડી, પતંગિયા વગેરે તેમાં રહેલાં પાણીના લોભે ત્યાં આવે છે અને તેમાં ફસાતા મરી જાય છે.
(૧૨) માલકાઝાઝિ: બંગાળના તળાવોમાં આ વનસ્પતિ નજર પડે છે. કીડીઓ સહેલાઈથી પ્રવેશી શકે તેવી તેના પાંદડામાં નળીઓ હોય છે. પેઠેલી કીડીઓ પાછી નીકળી ન શકવાથી ત્યાં જ મરી જાય છે.
(૧૩) એક અમેરિકન ઝાડ પોતાની વડવાઈઓથી પોતાની પાસે અમુક હદમાં આવેલા મનુષ્ય કે ઢોરને ખેંચીને મારી નાખે છે. વનસ્પતિમાં પણ કેવી ક્રૂરતા !
(૧૪) અમેરિકન પ્રખ્યાત ડોક્ટર “હોલી' કે જેણે “ધી ઓરીજન ઓફ લાઈફ નામે ગ્રંથ લખ્યો છે. તેમાં તે ડોસીરા વનસ્પતિના છોડ વિષે લખે છે કે તેનાં પાંદડાં ઉપર કોઈપણ જંતુ બેસતાં જ તેના છોડના કાંટા જંતુને ભીંસમાં લઈ ચૂસી નાંખીને ફેંકી દે છે. આ છોડથી વળી ઈંચ ઊંચે પણ જો કોઈ માણસ માખીને ટાંગે તો પણ તે વનસ્પતિજીવ પોતાના પાંદડાના કાંટા ઊંચા કરીને તે માખીને પકડીને ચૂસી નાંખે છે . (સમાલોચક પુ.૧૯, અંક-૭, ૧૯૧૪).
(૧૫) ભયસંજ્ઞા : લજામણીના છોડને અડતાં જ તે સંકોચાઈ જાય છે એ વાત તેનામાં રહેલી ભયસંજ્ઞાના પુરાવા માટે સચોટ
દૃષ્ટાન્તરૂપ છે લજામણી કાંઈ લાજ પામીને શરમાતી નથી કિન્તુ એ ભય પામીને સંકોચાઈ જાય છે. મૈથુનસંજ્ઞા (વેષયિક વાસના) :
(૧૬) વનસ્પતિમાં બીજા જંતુની પેઠે જ મૈથુનસંજ્ઞા છે પરંતુ તે અવ્યક્તપ્રાય: હોય છે. કેટલાંક ઝાડ જાણે કે પુરુષરૂપે, કેટલાંક સ્ત્રીરૂપે તથા બંને રૂપે છે. સ્ત્રી જાતિના ઝાડને જે ગર્ભકેસર (ગાંઠવાળો તંતુ) હોય છે, જેની નીચે નીજકોશ હોય છે, તે બીજોને ઉત્પન્ન કરે છે. પુરુષજાતિને પરાગકેસર (ભૂકીવાળો તંતુ) થાય છે. ગર્ભકેસર સાથેના સંયોગમાં તેની જનનશક્તિ પ્રગટ થાય છે.
ફ્રાન્સ અને ઈટાલીના વેલિન્સેરિયા તથા સ્પાઈરેલિરા રોપાઓનો સમાગમ આશ્ચર્ય કરે તેવો હોય છે. તે રોપાઓ પાણીમાં ઊગે છે, તેના નરલના રોપાઓ અમુક જાતના ઝાડ પર અને જાડી ડાળ પર થાય છે. સ્ત્રીફૂલના રોપાઓ તેથી જુદા પ્રકારનાં ઝાડ ઉપર ખૂની પેઠે ગોળ વીંટાયેલ આંટીવાળા પાતળી અને લાંબી ડાળ ઉપર થાય છે. ફૂલો ખૂબ થતાં નારીફૂલની ડાળનો વળ ઊતરી જાય છે. જેથી ફૂલ પાણીની સપાટીએ આવે છે. આ વખતે નરફૂલ પોતાની ડાળીમાંથી તૂટીને પાણીની સપાટી ઉપર આવી નારીફલની પાસે જાય છે. નારીલને અડતાં જ તે ફાટે છે અને તેનો પોલન નારીફૂલમાં પડે છે ! વનસ્પતિમાં પણ કેવી કારમી વિષયવાસના ! અને તે શાન્ત કરવા માટેનો જોરદાર પ્રયત્ન !
(૧૭) વાવીસને રીયા, સ્પાઈવાલીસ નામની જલવનસ્પતિ કુંવારી હાલતમાં જ પાણી ઉપર આવે છે એટલે તરત પુંજાતના છોડનો પરાગ છૂટી કુંવારા સ્ત્રીપુષ્પમાં મળે છે અને પાંદડું બંધ થઈ પાણીમાં ડૂબી જાય છે.
(૧૮) તળાવમાં થતી ગાજવનસ્પતિને ફૂલની ઉત્પત્તિ વખતે પુષ્પનો મૃણાલ તૂટીને પાણી ઉપર તરે છે, તે વખતે સ્ત્રીપુષ્પ તરત ઉપર આવે છે. પુષ્પનો પરાગ મેળવવા તે ચારે બાજુ ફરે છે. નિષેક ક્રિયા થતાં જ તે પાણીમાં પેસી જાય છે અને ત્યાં ફળ પાકે છે. વનસ્પતિના મૈથુનનો આથી વધુ પુરાવો શો હોઈ શકે ? 李麼多麼多麼多麼美中学象率降象中學李察中部參事体麼多图学教学修學部修案事体參字第体麼多麼多的事单
વિજ્ઞાન અને ધર્મ
વનસ્પતિના જીવો અને સંજ્ઞા
૧૬૯
૧૭૦