________________
વૈજ્ઞાનિકોને પોતાના સમગ્ર જીવનનું બલિદાન કરવું પડે એ સિદ્ધિ કોઈપણ પ્રયોગ વિના ભગવાન જિનેશ્વરે પ્રાપ્ત કરી એની પાછળ કેવું વિરાટ બળ કલ્પી શકાય ?
માટે જ ભગવાન જિન નિઃશંક સર્વજ્ઞ હતા. (૨) વનસ્પતિ જીવોમાં સંજ્ઞાઓ :
ભગવાન જિનેશ્વરે કહ્યું છે કે, નાનામાં નાના કે મોટામાં મોટા દેહધારી જીવમાં પણ ખાવાની-પીવાની-વૈષયિક વાસનાઓનું પોષણ કરવાની અને વસ્તુ ઉપરની મૂર્છાની વાસનાઓ રહેલી છે.
કીડીમાં પણ આ વાસનાઓ છે. હાથીમાં પણ આ વાસનાઓ છે. દેવમાં અને માનવમાં પણ આ વાસનાઓ છે. ફળફૂલના જીવમાં અને લીલ, ફુગ કે સેવાળમાં પણ આ વાસનાઓ છે. આજ સુધી જિનેશ્વર ભગવંતોએ કહેલી વાતમાં કોઈ શ્રદ્ધા કરે તેમ ન હતું કે પારામાં ભયંકર વિષયવાસના હોય છે કે લજામણીમાં ભયની સંજ્ઞા હોય છે, કે બકુલને રૂપવતી નવોઢા લાત મારે અને તે ખીલી ઊઠે છે.
હવે આવી વાતોને સહુ માનવા લાગ્યા છે. કેમકે વૈજ્ઞાનિકોએ આ સત્યને શિર ઝુકાવ્યું છે. અગાધ પરિશ્રમના અંતે અગણિત પ્રયોગો કરીને પણ એમણે આ સત્ય સ્વીકાર્યું એ જ આપણે મન આનંદની બીના છે.
(૧) ફ્રેંચ વૈજ્ઞાનિક કવિ પોતાના ૧૮૨૮ના પ્રાણીરાજ્યમાં લખે છે કે વનસ્પતિ પણ આપણી પેઠે સચેતન છે એવું અમુક સલ્તનતની વનસ્પતિસૃષ્ટિમાં જોવા મળે છે. તેઓ મોટી, હવા કે પાણીમાંથી હાઈડ્રોજન, ઓક્સિજન, નાઈટ્રોજન વગેરે પોતપોતાનાં તત્ત્વો લે છે અને રક્તાશય વગરની વનસ્પતિઓ, જેને બીજા જંતુની પેઠે મોં કે હોજરી ન હોવા છતાં નીચલી પંક્તિનાં જંતુની પેઠે વિવર દ્વારા આહાર લઈને પોતાના દેહમાં પચાવે છે.
(૨) વિખ્યાત સૂક્ષ્મદ્રષ્ટા શોમાન તો ત્યાં સુધી કહે છે કે વનસ્પતિ અને જંતુરચનાની ગોઠવણનો પાયો એકજ છે.
આહારસંશા :
(૩) ક્યારેબાચે સિદ્ધ કરી આપ્યું છે કે વનસ્પતિ પણ પોતાના વનસ્પતિના જીવો અને સંજ્ઞાઓ
generogathee111
૧૬૭
ચૈતન્ય વડે ખનિજપદાર્થ લઈને તેને પોતાને લાયક ખનિજપદાર્થ રૂપે પરિણમાવે છે.
(૪) ઈથ્થાલીમ નામની વનસ્પતિ કીડાના શરીરને ખાઈને ઉદરપોષણ કરે છે.
(૫) આપણો ખોરાક હોજરીમાં જઈને શુદ્ધ થઈ પુષ્ટિપ્રદ લોહી બને છે, તે જ વનસ્પતિનો ખોરાક પત્રમાં શુદ્ધ થઈને પુષ્ટિકારક રસ બને છે. વનસ્પતિના મૂળ એવાં શક્તિવાળાં હોય છે કે તે ગમે ત્યાં પાણીના સ્થાને પહોંચી જાય છે. એક બાવળનાં મૂળ પાણી માટે ૬૬ ફૂટ દૂર રહેલા કૂવામાં જઈ પડ્યાં હતાં.
(૬) અત્યારે માંસ ખાનારી વનસ્પતિઓનાં સેંકડો નામ નોંધાયાં છે. આ બીનાની શોધમાં વનસ્પતિનાં સ્વભાવનું વર્ણન અમેરિકન ઉદ્ભિજવેત્તા કર્ટીસે ઈ.સ. ૧૮૩૪માં કર્યુ હતું. ત્યારબાદ કાનબીયે આ કાર્ય કર્યુ હતું. ત્યાર પછી –૪૦ વર્ષ બાદ-હુકરે તે વાતની પૂર્તિ કરતું ભાષણ કર્યુ હતું, આખરે ડાર્વિને ૧૫ વર્ષના પ્રયાસ બાદ માંસ ખાનારી વનસ્પતિની નામવાર ઓળખ આપી હતી.
એમાંની કેટલીક વનસ્પતિનાં નામો અહીં આપવામાં આવે છે.
(૭) ડ્રસેરા : ઈંગ્લેડ, આસામ, બર્મા, છોટાનાગપુર વગેરે દેશોમાં આ વનસ્પતિ થાય છે. એનાં પાંદડાં ભૂમિમાં સંલગ્ન રહે છે. આ પાંદડાં ઉપર ચીકાશવાળા સેંકડો નાના ભાગો હોય છે. તે ઉપર મચ્છર, માખી બેસતાં જ ચોંટી જાય છે. પછી તે વનસ્પતિનો જીવ મચ્છર વગેરેને પાંદડામાંના મધ્યભાગ તરફ ઘસડી જાય છે. પછી પોતે જંતુ ઉપર ઊંધા થઈ પોતાનો રસ તેની ઉપર નાંખે છે. પંદર-વીશ મિનિટમાં જ તે જંતુ મરી જાય છે. અંતે ચારથી દસ કલાકે પાંદડાં સંકોચાઈ જાય છે. વળી પંદર વીસ દિવસે એ પાંદડા ઊઘડે છે, અને ફરી કાંટામાં નવો રસ જમા થાય છે. એક પાંદડામાં આવી હિંસક ક્રિયા બે વાર થયા બાદ તે પાંદડુ ખરી પડે છે.
(૮) સૂર્યશિશિર : આ વનસ્પતિ કુબી, પનીર, પુષ્પરજ, નખ અને માંસ સુદ્ધાંને પચાવી શકે છે. આશ્ચર્યની વાત તો એ છે કે તે ચરબી, તેલ વગેરે પદાર્થોને મૂત્રની પેઠે બહાર પણ કાઢી નાંખે છે.
વિજ્ઞાન અને ધર્મ
中东京中心
૧૬૮