________________
કયા જીવને કેટલી ઈન્દ્રિય હોય છે તેનું ભગવાન જિનેશ્વરોએ હેરત પમાડે તેવું અદ્ભુત વર્ગીકરણ જણાવ્યું છે એ વાત આપણે આગળ વિચારીશું. અહીં તો એટલો જ વિચાર કરવો છે કે જે વનસ્પતિના જીવો છે તે બધાયને તેમણે એક ઈન્દ્રિયવાળા કહ્યા છે.
સામાન્યતઃ ઈન્દ્રિયો પાંચ છે :
સ્પર્શનેન્દ્રિય
ચામડી
૧.
૨.
૩.
૪.
૫.
રસેન્દ્રિય
ઘ્રાણેન્દ્રિય
ચક્ષુરિન્દ્રિય
શ્રોત્રેન્દ્રિય
ભ
નાક
આંખ
કાન
કોમળ, ખરબચડો વગેરે સ્પર્શ જાણવાની શક્તિવાળી ઈન્દ્રિય. તીખો, મીઠો વગેરે સ્વાદ જાણવાની શક્તિવાળી ઈન્દ્રિય. સુગંધ, દુર્ગંધને જાણવાની શક્તિવાળી ઈન્દ્રિય. જોવાની શક્તિ ધરાવતી ઈન્દ્રિય. સાંભળવાની શક્તિ ધરાવતી
ઈન્દ્રિય.
આ પાંચમાં જે જીવો ‘એક ઈન્દ્રિય'ના વિભાગમાં છે તે બધાને પહેલી માત્ર સ્પર્શનેન્દ્રિય હોય છે. બીજી કોઈ હોતી નથી. એ રીતે જેઓ ‘બે ઈન્દ્રિયવાળા’ હોય તેમને પ્રથમની બે જ ઈન્દ્રિયો હોય છે. એ રીતે આપણા જેવા પાંચ ઈન્દ્રિયવાળા જીવોને તમામ પાંચેય ઈન્દ્રિય હોય છે. બધાં વનસ્પતિજીવો એક ઈન્દ્રિયવાળા હોય છે.
આ વનસ્પતિજીવોને વનસ્પતિકાય કહેવામાં આવે છે. વનસ્પતિ એજ જેમની કાયા (શરીર) છે એવા જીવોને વનસ્પતિકાય કહેવાય છે. આ વનસ્પતિકાય જીવોના બે પ્રકાર છે.
કેટલાંક એવા છે, જેઓ અનંતની સંખ્યામાં હોવા છતાં તેમને બધાં વચ્ચે એકજ શરીર હોય છે. લીલ, ફૂગ, સેવાળ, બટાટા વગેરે આવી જાતની વનસ્પતિમાં સમાવેશ પામે છે. કદાચ આ વાત ન પણ બેસે કે એક નાનકડા શરીરમાં આટલા બધા જીવ શી રીતે રહે ? પણ હવે એનો જવાબ વૈજ્ઞાનિકો આપે છે. તેમણે એવી શોધ કરીને કહ્યું છે કે સોયના
*****些***************
વનસ્પતિના જીવો અને સંજ્ઞાઓ
*****非**市* ૧૬૫
અગ્ર ભાગ ઉપર નવ કરોડ જંતુ રહી શકે છે. એક વાળમાં ૪ હજાર જંતુ રહી શકે છે. ટિકિટ ઉપર ફોટાલ્યાકટેરિયા નામનાં ૨૫ કરોડ જંતુ રહી શકે છે ! એક રતલ લીલી દ્રાક્ષ ઉપર બાવન કરોડ એંસી હજાર જંતુ રહી શકે છે.
જ્યારે બીજા પ્રકારના જીવો એવા છે, જેમને આપણી જેમ એક જીવને એક સ્વતંત્રશરીર પ્રાપ્ત થયું હોય છે. કેરી, મોસંબી, તુરિયાં, દૂધી, ઘાસ વગેરે વનસ્પતિ આ પ્રકારમાં સમાવેશ પામે છે.
જૈનપરિભાષામાં અનંતજીવ વચ્ચે એક જ શરીરવાળી વનસ્પતિને નિગોદ-સાધારણ વગેરે નામથી ઓળખાવાય છે, જ્યારે એ સિવાયની એક વગેરે જીવવાળી વનસ્પતિને પ્રત્યેક વનસ્પતિ તરીકે ઓળખવામાં આવે છે.
આ બધી વનસ્પતિમાં માત્ર સ્પર્શનશક્તિ એટલે તેને ટાઢ, તડકાની અસરો જરૂર છે. આગ લાગે તો તેની ઝાળ લાગતાં જ તે જીવો અત્યન્ત ત્રાસી ઊઠે છે, કોઈ કુહાડી કે છરો મારે ત્યારે પણ તેઓ કારમી વેદના અનુભવે છે.
આથી જ ભગવાન જિનેશ્વરોએ જીવોને લેશ પણ ત્રાસ ન થાય તે માટે તેનો કોઈપણ પ્રકારનો ભૌતિક દૃષ્ટિનો ઉપયોગ કરવાનો નિષેધ કર્યો
છે.
આપણી સામે જે ફળ, ફૂલ, વૃક્ષ, ઘાસ, લીલાં ફૂલ, લતા, વેલડી દેખાય છે તે બધાંય વનસ્પતિ કહેવાય. આ સિવાય પણ આપણે જેને આંખેથી જોઈ ન શકીએ એવી વનસ્પતિનો તો કોઈ સુમાર નથી.
અહીં તો આપણે એટલું જ કહેવું છે કે વનસ્પતિના આ બધા ભેદો
જીવવાળા છે એ વાત હવે સિદ્ધ થવા લાગી છે. સર જગદીશચન્દ્રે એ સિદ્ધિ પાછળ જીવન પસાર કર્યું અને સહુના આશ્ચર્ય વચ્ચે એમણે વનસ્પતિમાં જીવત્વની જાહેરાત કરી. બેશક, એથી જગતને ખૂબ આશ્ચર્ય થયું, પરંતુ ભગવાન જિનના અનુયાયીને તેમાં આશ્ચર્ય થાય તેવું કશું હતું જ નહિ, કેમકે એ તો પ્રથમથી જ જાણે છે કે વનસ્પતિમાં જીવ છે અને છેજ. અહીં વિચાર કરવો આવશ્યક છે કે જે સિદ્ધિ માટે મોટા મોટા શાય શ ૧૬૬ વિજ્ઞાન અને ધર્મ