________________
૧૪. વનસ્પતિના જીવો અને સંજ્ઞાઓ
ખંડ-૨
આત્મવિજ્ઞાન
ભગવાન જિનેશ્વરદેવે મુખ્યત્વે બે પ્રકારના જીવો કહ્યા છે. (૧) પોતાના સાહજિક ગતિથી હાલી ચાલી ન શકે તેવા અને (૨) તેવી, ગતિથી હાલી ચાલી શકે તેવા.
જેમનામાં હલનચલનની શક્તિ હોય તે જીવોને જૈનપરિભાષામાં ત્રસ કહેવાય છે, જ્યારે બાકીના જીવોને સ્થાવર કહેવામાં આવે છે. - ત્રસ જીવોના વળી ચાર પ્રકાર છે, જેનાં નામ આપણે પૂર્વે જાણ્યાં - દેવ, મનુષ્ય, નારક અને તિર્યચ.
આમાં જે તિર્યંચ જીવો છે તેમાં કેટલાંક ત્રસ છે અને કેટલાંક સ્થાવર પણ છે.
એ સ્થાવર જીવોના પાંચ પ્રકાર છે. પૃથ્વી, જલ,અગ્નિ, વાયુ અને વનસ્પતિ. હાલ અહીં તો આપણે ‘વનસ્પતિ’ જીવોની વિચારણા કરીશું.
વનસ્પતિમાં પણ જીવ છે એ વાત તો હવે સર જગદીશચંદ્ર બોઝ સાબિત કરી આપી છે. પણ ભગવાન જિનેશ્વરદેવે તો પહેલેથી જ વનસ્પતિમાં જીવત્વની વાત કરી દીધી છે. જૈનદર્શનને પામેલું નાનું બાળક પણ જીવવિચાર નામનું પ્રકરણ ભણીને આ વાત કહી શકે છે.
અહીં એ અંગેની શાસ્ત્રીય યુક્તિઓ આપવાને બદલે આજે જે રીતે વનસ્પતિમાં જીવત્વની સિદ્ધિ થઈ છે એજ વિચાર રજૂ કરવો છે. લોકમાનસ આજે વિજ્ઞાન તરફ વધુ આકર્ષિત થયેલું છે તો તેનો જ લાભ ઉઠાવીને સહુને તત્ત્વજ્ઞાનના પ્રેમી કેમ ન બનાવી દેવા ? વનસ્પતિવિજ્ઞાનના વિચારમાં આપણે બે વાત વિચારશું.
(૧) વનસ્પતિ જીવોના ભેદ.
(૨) વનસ્પતિ જીવોમાં સંજ્ઞાઓ. (૧) વનસ્પતિ જીવોના ભેદઃ
વનસ્પતિના તમામ પ્રકારના જીવો એક ઈન્દ્રિયવાળા જ હોય છે. શાળવાશીનાથ શાળage agaઈ શetitiીupre-abra સાથીના વાછતાહના છાત્રાળagrશ શાdate થાઈ છે વાહ થઈ ચાશણગીથી પાણી ૧૬૪
વિજ્ઞાન અને ધર્મ
વિભાગ ચોથો
અન્ય જીવસૃષ્ટિ
અન્ય જીવસૃષ્ટિ
૧૬૩